હાર્દિક પટેલે એસ.પી. સ્વામીના હાથે પાણી પીધુ, પાણી પીને ઉપવાસ ચાલુ રાખ્યા

0
2094

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. હાર્દિકની તબીયતને લઈને ડોક્ટરો દ્વારા નિયમિત હાર્દિકની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યો હતો. પરંતુ ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ.પી. સ્વામીએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી અને એસ.પી.સ્વામીએ હાર્દિક પટેલને પાણી પીવા માટે આગ્રહ કરતા આખરે હાર્દિકે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધુ હતું.

ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીએ હાર્દિક પટેલ સાથે ગઇકાલે મુલાકાત કરી હતી. તેમણે હાર્દિકને પાણી પીને ઉપવાસ ચાલુ રાખવાની વિનંતી કરી હતી ત્યારે હર્દિકે એસ.પી.સ્વામીના હાથે પાણી પીધુ હતું. બીજી બાજુ સોલા પોલીસે પણ હાર્દિકના નિવાસસ્થાને એક એમ્બ્યુલન્સ મૂકી દીધી છે. જેથી ઇમરજન્સીમાં હાર્દિકને તાત્કાલીક રીતે હોસ્પિટલમાં ખસેડી શકાય.

સરકાર વહેલી તકે માગણીઓ સ્વીકારે અને હાર્દિકના સ્વાસ્થ્ય સારૂ રહે તેમજ સમર્થનમાં અમદાવાદના વસ્ત્રાલમાં સવારે રામધૂનનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તે ઉપરાંત ઘૂમા, સુરેન્દ્રનગર, સુરત તથા સાબરકાંઠાના અનેક ગામમાં પણ ઉપવાસ-દેખાવો યોજાયા હતા.