વેકેશનમાં આ રહ્યું હોટ ડેસ્ટિનેશન, 13 દિવસમાં તિજોરી છલકી

ગીરઃ એશિયાટીક લાયનના ઘર એવા સાસણગીરમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં મોટી માત્રામાં લોકો મુલાકાતે આવ્યા છે. માત્ર 13 જ દિવસમાં તંત્રને 1 કરોડ રુપિયાની આવક થઈ છે. 75 હજારથી વધુ લોકોએ ગીરની મુલાકાત કરી છે.

સાસણગીર એશિયાટીક સિંહોનું ઘર છે અને સાથે અહીંયા પ્રાકૃતિક સૌદર્ય પણ અદભૂત હોય છે. ત્યારે પ્રવાસીએ સિંહ દર્શન અને પ્રકૃતિ દર્શન બંન્નેનો લિહાવો લેવા અહીંયા આવતા હોય છે. અને એમાં પણ દીવાળીની રજાઓમાં લોકો અહીંયા ખાસ આવવાનું પસંદ કરતા હોય છે. સાસણગીર માત્ર ગુજરાત નહી વિશ્વભર માટે ગૌરવરૂપી છે. સરકાર દ્રારા જે સિંહોની જાળવણી તેમ જ ટુરિસ્ટો માટે સુવિધા સાથે કુદરતી જંગલ આપણા સૌ માટે મિશાલ રૂપ છે.

માત્ર 13 દિવસની વાત કરીએ તો 75 હજારથી વધુ ટુરિસ્ટો સાસણ ગીર અભ્યારણ્ય અને દેવળીયા પાર્કની વીઝીટ કરી ચુક્યા છે. તો વનવિભાગને એક કરોડથી વધુની આવક થઈ છે. હજુ પણ લોકો સાસણ આવી રહ્યા છે ત્યારે આવક વધશે.