ગાંધીનગર સહિત કુલ છ સ્થળે વિદેશના કામ માટેની જરુરી સુવિધા મળશે

ગાંધીનગર– કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્રની ભેટ આપી છે. આ સાથે ગુજરાતમાં કુલ 25 પાસપોર્ટ સેવા કેન્દ્રો થતા વિદેશ જવા માંગતા ગુજરાતીઓ અને બિનનિવાસી ગુજરાતી ભારતીયોને સુવિધા મળતી થશે.ફાઈલ ચિત્ર

વિદેશ રાજ્યકક્ષાના પ્રધાન એમ. જે. અકબરની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ બિન નિવાસી ગુજરાતી પ્રભાગના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ વિગતો આપી હતી. વિશ્વભરમાં વસતા ભારતીયોને જે તે રાષ્ટ્રમાં થતી સમસ્યાઓ અને નોકરી વગેરે બાબતોના પ્રશ્નો સન્દર્ભમાં આઉટરિચ પ્રોગ્રામ અન્વયે ભારત સરકાર દ્વારા દેશના રાજ્યોમાં આ પ્રકારની બેઠકો યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે ગુજરાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે 6 નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે, તેમાં અમરેલી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બારડોલી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]