5 કલસ્ટર જોબફેર અને 2 રાજયકક્ષાના મેગા જોબ ફેર યોજાશે

  • ૧૨ કલસ્ટર ખાતે મેગા જોબ ફેર થકી ૧, ૦૯,૫૨૦ની પસંદગી ૩૩ જિલ્લામાં મહિલા રોજગાર મેળામાં ૩૦,૦૧૧ મહિલાઓની પસંદગી
  • આગામી વર્ષે ૯૯ સેકટર સ્પેસીફિક, જીલ્લાકક્ષાના ત્રિમાસિક જોબ ફેર, ૫ કલસ્ટર જોબફેર અને ૨ રાજયકક્ષાના મેગા જોબ ફેર ભરતી મેળા યોજાશે

ગાંધીનગર– શ્રમ અને રોજગારપ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું છે કે, રાજયમાં ઔદ્યોગિક વિકાસની સાથે વિપુલ પ્રમાણમાં રોજગારી તકો વધવાની શકયતાઓ છે ત્યારે રાજયમાં સ્થપાતા નવા ઉદ્યોગોમાં ૮૫ ટકા સ્થાનિક યુવાનોને રોજગારી આપવાનો રાજય સરકારે નિર્ધાર કર્યો છે.વિધાનસભામાં જણાવ્યાં પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૭ ની સ્થિતિએ ખાનગી ક્ષેત્રના મોટા ઉત્પાદનલક્ષી ૫૨૩૩ પૈકી ૫૧૭૨ એકમો એટલે કે ૯૮.૮૩ ટકા અને રાજય સરકારના ૭૭ પૈકી તમામ એકમો આનો અમલ કરે છે.

ગત વર્ષે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ૬૦૯ ઔદ્યોગિક ભરતીમેળાના આયોજન થકી ૨,૮૧,૬૩૬ ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. એજ રીતે ૧૨ કલસ્ટર ખાતે મેગા જોબફેરના આયોજન થકી ૧,૦૯,૫૨૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ છે. જયારે ૩૩ જિલ્લાઓમાં સૌ પ્રથમ વખત સેકટર સ્પેસિફીક અભિગમ અપનાવી મહિલા રોજગાર મેળા દ્વારા ૩૦,૦૧૧ મહિલા ઉમદવારોની પસંદગી કરીને રોજગારી આપવામાં આવી છે.

ખાનગી ક્ષેત્ર રોજગારવાંચ્છુઓને રોજગારી મળી રહે તે માટે આ વર્ષે ૯૯ સેકટર  સ્પેસિફીક  જિલ્લા કક્ષાના ત્રિમાસિક જોબફેર ૫ કલસ્ટર વાઇઝ જોબફેર, ૨ રાજયકક્ષાના મેગા જોબફેર તથા ૨૦૦ તાલુકાઓમાં જી.આઇ.ડી.સી. વાઇઝ ભરતી મેળા યોજવાનું રાજય સરકારનું આયોજન છે. તેમજ સંરક્ષણ દળોમાં ઉમેદવારો જોડાય તે માટે આર્મી, એરફોર્સ અને નેવી ભરતી મેળા પણ યોજાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]