જૂની નોટોનો વહીવટ કરતાં 4 શખ્સની ધરપકડ, 3.70 કરોડની થઈ રહી હતી હેરાફેરી

આણંદઃ 8 નવેમ્બર 2016ના રોજ જૂની નોટો ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી. પરંતુ હજી કેટલાક લોકો આ નોટો વ્યાપાર કરી રહ્યા છે. આણંદના સામરખા ચોકડી પાસેથી 3.70 કરોડની જૂની ચલણીનોટો સાથે આમદાવાદની આરઆર સેલની ટીમે ચાર વ્યક્તિઓની અટકાયત કરી છે.

પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આ શખ્સો મહુધા નોટ બદલવા ગયા હતા પરંતુ સોદો ન થયો અને તે લોકો પરત આવતા હતા.   આરઆર સેલની ટીમને નડિયાદથી સામરખા ચોકડી તરફ ચાર શખ્સ એક્ટિવા પર રદ થયેલી ચલણી નોટ લઈને આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ચારેય શખસ આવી પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરી હતી.

પોલીસે તેમની પાસેના પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતાં તેમાંથી રદ કરેલી રૂા. 1000 ના દરની 100 નોટ લેખે 265 બંડલ, જ્યારે 500ના દરની 100 નોટ લેખે 210 બંડલ મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેઓ મહુધા ખાતે બદલવા ગયા હતા. પરંતુ સોદો ન થતાં પરત આવતા હતા.