ગુજરાતની 26 બેઠક માટે 371 લડવૈયા મતના મેદાનમાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતની તમામ સીટો પર ફોર્મ ભરાઈ ગયા છે. ત્યારે ફાઈનલી ગુજરાતની 26 લોકસભા બેઠકો પરથી કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો પરથી ઉમેદવારી નોંધાવવા માટે કુલ 572 નોમિનેશન્સ પ્રાપ્ત થયા હતા આ પૈકી સ્ક્રુટીની બાદ કુલ 120 જેટલા ફોર્મ રિજેક્ટ થતા કુલ 452 ઉમેદવારો ફાઈનલ થયા હતા. 452 ઉમેદવારો પૈકી 81 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ત્યારે લોકસભા 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પરથી કુલ 371 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સૌથી વધારે 48 ઉમેદવારી પત્રો પ્રાપ્ત થયા હતા આ પૈકી સ્ક્રુટીની બાદ 5 ફોર્મ રદ્દ થયા અને 43 જેટલા ઉમેદવારો યોગ્ય ઠર્યા હતા, આ 43 ઉમેદવારો પૈકી 12 લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી અને હવે કુલ 31 ઉમેદવારો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

છોટા ઉમેદપુર જિલ્લામાંથી સૌથી ઓછા 10 ઉમેદવારી પત્રો પ્રાપ્ત થયા હતા આ પૈકી સ્ક્રુટીની બાદ 2 ફોર્મ રિજેક્ટ થયા અને કુલ 8 ઉમેદવારો છોટાઉદેપુર જિલ્લામાંથી ચૂંટણી લડશે.

ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ તો અહીંયા કુલ 45 જેટલા નોમિનેશન્સ રિસીવ થયા હતા આ પૈકી સ્ક્રુટીની બાદ 11 જેટલા નોમિનેશન્સ રિજેક્ટ થયા અને કુલ 34 ઉમેદવારો યોગ્ય ઠર્યા હતા. આ 34 ઉમેદવારો પૈકી 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી, એટલે હવે ગાંધીનગર લોકસભા બેઠક કે જ્યાંથી આ વર્ષે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે તે બેઠક પરથી અમિત શાહ સિવાય કુલ 16 અને અમિત શાહની સાથે કુલ 17 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસમાં અહીંયાથી ડો.સી.જે ચાવડા તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે.

ક્યાંથી કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સૌથી વધારે 31 જેટલા ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તો પંચમહાલથી સૌથી ઓછા એટલે કે 6 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજેપીનો ગઢ ગણાતી ગાંધીનગર બેઠક કે જ્યાંથી આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી લડી રહ્યા તેવી ગાંધીનગર બેઠક પરથી કુલ 17 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.  

લોકસભા ચૂંટણી-2019 માટેના હરિફ ઉમેદવારોની મતવિસ્તારવાર સંખ્યા

 

ક્રમ  લોકસભા મતદાર વિભાગ રિફ ઉમેદવારોની સંખ્યા
કચ્છ ૧૦
બનાસકાંઠા ૧૪
 પાટણ ૧૨
મહેસાણા ૧૨
સાબરકાંઠા ૨૦
ગાંધીનગર ૧૭
અમદાવાદ પૂર્વ ૨૬
અમદાવાદ  પશ્ચિમ ૧૩
સુરેન્દ્રનગર ૩૧
૧૦ રાજકોટ ૧૦
૧૧  પોરબંદર ૧૭
૧૨ જામનગર ૨૮
૧૩ જુનાગઢ ૧૨
૧૪ અમરેલી ૧૨
૧૫ ભાવનગર ૧૦
૧૬ આણંદ ૧૦
૧૭ ખેડા
૧૮ પંચમહાલ
૧૯ દાહોદ
૨૦ વડોદરા ૧૩
૨૧ છોટાઉદેપુર
૨૨ ભરૂચ ૧૭
૨૩ બારડોલી ૧૨
૨૪ સુરત ૧૩
૨૫ નવસારી ૨૫
૨૬ વલસાડ
  કુ ૩૭૧