ગુજરાત RERA હેઠળ 3000 રીઅલ એસ્ટેટ પ્રોજેકટ અને 600 એજન્ટોનું રજિસ્ટ્રેશન

ગાંધીનગર– કેન્દ્ર સરકારે રીઅલ એસ્ટેટ એકટ-૨૦૧૬ કાયદો અમલી બનાવ્યો છે. ગુજરાતમાં ૧લી મે-૨૦૧૭થી આ કાયદો અમલી બનાવીને ગુજરાત રીઅલ એસ્ટેટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. રાજ્યમાં બિલ્ડરો અને પ્રમોટરોના સહકારથી રાજ્યના ૩,૦૦૦ રીઅલ એસ્ટેટ પ્રોજકેટનું તેમજ 600 જેટલા એજન્ટોનું રજિસ્ટ્રેશન થયું છે, એમ ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના સેક્રેટરી દ્વારા જણાવાયું છે.રેરા કાયદા હેઠળ રાજ્યના પ્લાનીંગ વિસ્તારમાં આવેલ તથા ૫૦૦ ચો.મી.થી વધુ જગ્યા અથવા ૮થી વધુ યુનિટવાળા તમામ પ્રોજેકટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રેરા રજિસ્ટ્રેશન વિના પ્રોજેકટનું વેચાણ-બુકીંગ કે માર્કેટીંગ કાયદા અન્વયે પ્રતિબંધિત છે. રજિસ્ટ્રેશનને પાત્ર હોય તેવા તમામ પ્રોજેકટ માટે રેરા કચેરી ખાતે રજિસ્ટ્રેશન ન કરાવેલ હોય તો સત્વરે નોંધણી કરાવી લેવા તમામ બિલ્ડર-પ્રમોટર તથા ડેવલપર્સને ઓથોરીટી દ્વારા તાકીદ કરાઇ છે. છેલ્લા છ માસમાં વિવિધ પ્રોજેકટ સંદર્ભે મકાનમાં એલોટી દ્વારા કરવામાં આવતી ફરિયાદો અન્વયે ત્વરિત સુનાવણી કરીને કેસો ચલાવાયા હતા અને ફરિયાદોનો નિકાલ કરી કાયદાકીય કામગીરી કરી ગંભીર કિસ્સાઓમાં આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જુલાઇ મહિનાથી ઑનલાઇન વેબસાઇટ ચાલુ થઇ ગઇ છે. રીઅલ એસ્ટેટ પ્રોજેકટ તથા એજન્ટોની ઑનલાઇન નોંધણી તથા ફરિયાદ માટે ઑનલાઇન અરજી કરવા સંદર્ભે વિવિધ બિલ્ડર્સ-પ્રમોટર્સ અને વિષય નિષ્ણાતોના પરામર્શમાં પ્રોજેકટ રજિસ્ટ્રેશન અંગે જોગવાઇ નક્કી કરી ઑનલાઇન વેબપોર્ટલ પણ કાર્યાન્વિત કરાયું છે. આ પોર્ટલમાં ગુજરાત રાજ્ય સિવાય ગમે તે સ્થળેથી પણ નિયત ધારાધોરણવાળા પ્રોજેકટ માટે પ્રમોટર/ડેવલપર ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરેરા ઓથોરીટી દ્વારા રેરા વિષયક જોગવાઇ સંબંધિત જાગૃતિ માટે વેબ સાઇટ પર ગાઇડીંગ વીડિયો, એફ.એ.ક્યુ. પ્રસિદ્ધિ સહિતની કામગીરી કરવામાં આવી છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]