28 સિંહોનું સાસણ ગીરના દેવળીયા પાર્ક ખાતે સ્થળાંતર

જુનાગઢઃ દલખાણીયા સરસીયા વીડીમાં વસવાટ કરતા ર3 સિંહોના મોત થયા બાદ જામવાળા ગીરના એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા ર8 સિંહોને સાસણ ગીરના દેવળીયા પાર્ક ખાતે લઈ જવાયા હોવાનું જાણવા મળે છે. જો કે 4 નરસિંહને જામવાળા ખાતે જ રાખવામાં આવ્યા છે અને અન્ય એકને અન્યત્ર મોકલવામાં આવેલ છે. સરસીયા વીડીમાં વાઈરસથી સિંહોના મોતના પગલે અન્ય સિંહોને બચાવવા અમેરિકાથી ખાસ વેકસીન મંગાવી આપવામાં આવી હતી અને વેકસીનેશન કરાયા બાદ દેવળીયા પાર્ક લઈ જવાયા છે.

કુલ 33 સિંહો પૈકી જે ર8 સિંહોને જામવાળાથી દેવળીયા પાર્ક લઈ જવાયા તે સિંહો અમરેલીના દલખાણીયા જંગલના છે અને કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસની દહેશતના કારણે આ તમામ સિંહો જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં હતા.વધુમાં જાણવા મળ્યા મુજબ આ સિંહોને હવે થોડા સમય માટે દેવળીયાપાર્ક ખાતે રાખવામાં આવશે. હાલ તો આ તમામ સિંહો ભયમુકત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]