જૂના સરકારી આવાસો અંગે સરકારે લઈ લીધો મહત્ત્વનો નિર્ણય…

ગાંધીનગર- રાજ્યમાં વર્ષો જૂના સરકારી આવાસો અંગે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યમાં જૂના મકાનોના રીડેેવલપમેન્ટ માટેની કાયર્વાહી અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે.આ નિર્ણય અનુસાર રાજ્યમાં જે મકાનોને વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી 25 વર્ષનો સમયગાળો પૂરો થયો હશે તેને લાગુ પડશે

ઉપરાંત આવા કિસ્સામાં ઓછામાં ઓછા 75 ટકા ફ્લેટ /એપાર્ટમેન્ટધારકોની સંમતિ મેળવ્યા બાદ કે સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તેવા કે ભયજનક જાહેર કર્યા હોય તેમ જ આવા મકાનોથી આસપાસના રહેવાસીઓ કે અન્ય મિલકતને નુક્શાનકર્તા થાય તેમ જાહેર કરેલું હોય તો તેવા કિસ્સામાં રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઇ શકશે..

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]