અંબાજી મંદિરના ભંડારામાં મુંબઈના ભક્તે કર્યું 21 લાખનું ગુપ્તદાન

અંબાજી- યાત્રાધામ અંબાજી મંદિરના સુવર્ણ શિખરની કામગીરીમાં ભક્તોનો દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. શુક્રવારે મુંબઇના ભક્તે મા અંબાના ચરણોમાં સોનાચાંદીનાં ઘરેણાં સહિત રોકડ મળી અંદાજે 21 લાખ રૂપિયાનું દાન મા અંબાના ભંડારામાં અર્પણ કર્યું હતું.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સંપૂર્ણત: સુવર્ણજડિત જોવા માટે વિશ્વભરમાં વસતાં માઇભક્તો જાણે હવે અધીરા બન્યાં છે. ૩૫૮ કળશ ધરાવતાં મા અંબાના મંદિરને સોનેથી મઢવાની જાહેરાત કરાયાં બાદ શ્રદ્ધાળુઓના દાનનો પ્રવાહ આજે પણ અવિરત રીતે જોવા મળી રહ્યો છે.

ભેટ ધરેલા સોના તેમ જ ચાંદીના ઘરેણાની વિગતો

સોનાના દાગીના 755 ગ્રામ કિંમત રૂ.172100/- ચાંદી બે કિલોને 463 ગ્રામ કિંમત રૂ.98500/- અને બે લાખ ૮૫ હજારની રોકડ રકમ મળી અંદાજિત 21 લાખનું દાન અંબાજી મંદિર દેવસ્થાનને પ્રાપ્ત થયું હતું જોકે આ દાતા મુંબઈના માઇભક્ત હોવાનું જાણવા મળેલ છે પોતે પોતાનું નામ ગુપ્ત રાખી સમગ્ર માઈભક્તો દ્વારા આ દાન અર્પણ કર્યું હતું

પરખ અગ્રવાલ-અંબાજી

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]