15માં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પૂરજોશમાં, આ પ્રકારની રહેશે રમતો

ગાંધીનગર– સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે 2018-19માં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં યોજાનાર લોકમેળામાં 17 અને 18 ઓકટોબર-2018 દરમિયાન પંદરમાં ગ્રામીણ ઓલમ્પિક્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ગ્રામીણ ઓલમ્પિક્સમાં વિવિધ પરંપરાગત રમત સ્પર્ધાઓ યોજાશે.  જેમાં ભાઇઓ માટે ૧૦૦ અને ૪૦૦ મીટર દોડ, ગોળાફેંક, ગીલ્લોલ, તિરંદાજી, પર્વતીય વિસ્તારમાં ૮ કિ.મી. લાંબી દોડ, રસ્સા ખેંચ, ગેડીદડો, કબડ્ડી અને ખો-ખો માટે ૧૦-૧૦ ખેલાડીઓની ટીમ, તેમજ સાયકલ પોલો આ ઉપરાંત બહેનો માટે પાણી ભરેલા માટલા દોડ, ૧૦૦ અને ૪૦૦ મીટર દોડ, તિરંદાજી(૪૦ મીટર), પર્વતીય વિસ્તારમાં ૫ કિ.મી. લાંબી દોડ, રસ્સા ખેંચ અને ખો-ખો માટે ૧૦-૧૦ ખેલાડીઓની ટીમ આ રમતમાં ભાગ લેશે.

આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતા ખેલાડીઓને વિવિધ રકમના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાશે.

આ રીતે લઈ શકાશે ભાગ…

ગ્રામીણ ઓલમ્પિક્સમાં ભાગ લેવા ઇચ્છુક જિલ્લા (ગ્રામ્ય)ની ટીમોની તેમજ રમતવીરોએ તેમના પ્રવેશ ફોર્મ વિરલ એ. ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા સેવા સદન, રૂમ નંબર:૧૧, ગ્રાઉન્ડફલોર, ઝાલોર રોડ, દાહોદ-૩૮૯૧૫૧ને આગામી તા.૧૦ ઓકટોબર-૨૦૧૮ સુધીમાં સમયસર મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ૦૨૬૭૨-૨૪૧૪૮૧ અને મોબાઇલ નંબર ૯૬૩૮૫૦૩૮૨૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ અંગેના પ્રવેશ ફોર્મ દરેક જિલ્લાના રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે, તેમ મુખ્ય કોચ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવ્યુ છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]