આજે 10 મનપા-નપા પેટાચૂંટણી પરિણામઃ 7 બેઠક સાથે ભાજપે મારી બાજી…

0
1678

ગાંધીનગર– રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વોર્ડનંબર 13ની એક બેઠક સહિત 10 મહાનગરપાલિકા-નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી 11 બેઠકો માટે 27 તારીખે મતદાન યોજવામાં આવ્યું હતું. જેના પરિણામ માટેની મતગણતરી 29મી તારીખે યોજાઇ હતી. જેમાં પરિણામ આવી ગયાં છે. પેટાચૂંટણી હેઠળની નગરપાલિકાઓ પૈકીની ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડનંબર 1 તથા વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયેલાં છે. રાજકોટ મનપા વોર્ડનંબર 13ની એક બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના 9, કોંગ્રેસના 7, અપક્ષના 7 તથા અન્ય પક્ષના 2-એમ કુલ 25 ઉમેદવાર હરીફાઈમાં હતાં. ઈવીએમ દ્વારા થયેલા મતદાનના કારણે બપોર સુધીમાં તમામ પરિણામ આવી ગયાં હતાં.ભાજપે મારી બાજી

આ ચૂંટણીમાં થયેલા મતદાનની ટકાવારીની વાત કરીએ તો રાજ્ય ચૂંટણીપંચે આપેલા આંકડા મુજબ રાજકોટ મનપા વોર્ડ-13 પેટાચૂંટણી માટે 31.12 ટકા મતદાન અને 8 નપામાં 9 બેઠકો માટેની પેટાચૂંટણીમાં સરેરાશ 42.58 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.

પેટા ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ પૈકી ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 તેમજ વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 એક બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 1 અપક્ષના 5 એમ મળી કુલ છ ઉમેદવારો હતા. 8 નગરપાલિકાઓની બાકી રહેતી 9 બેઠકોની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 9, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 7, અપક્ષના 7 તેમજ અન્ય પક્ષના 2 એમ કુલ મળી 25 ઉમેદવારો હતા.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર પેટા ચૂંટણી હેઠળની 8 નગરપાલિકાઓની 9 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી. આ પૈકી ભાજપને 7 અને કોંગ્રેસને 2 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે.