‘ઝીરો’નું ‘ઈશકબાઝી’ ગીત રિલીઝ કરાયું છે; શાહરૂખ અને સલમાન ખાનની જુગલબંદી અને ડાન્સ

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેની આગામી હિન્દી ફિલ્મ ‘ઝીરો’નું પહેલું ગીત ‘મેરે નામ તૂ’ ગયા મહિને રિલીઝ કર્યા બાદ આજે બીજું ગીત સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યું છે. આ ગીતનું શિર્ષક છે – ‘ઈશકબાઝી’.

આ ગીતમાં ઠીંગૂજી બઉવા સિંહનું પાત્ર ભજવતો શાહરૂખ સલમાન ખાન, ગણેશ આચાર્ય, રેમો ડીસોઝા સાથે ડાન્સ કરે છે.

ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આ ગીતનો વિડિયો રિલીઝ કરતી વખતે શાહરૂખે લખ્યું છે કે, ‘અકેલે ચલે થે ઈશ્ક કે સફર પર, કરને મેહબૂબ કો રાઝી, દોસ્ત ઐસા મિલા રાહ મેં, કર આયે ઈશકબાઝી’.

સલમાન અને શાહરૂખ ઘણા વર્ષ પછી ફિલ્મના પડદા પર સાથે જોવા મળશે.

‘ઝીરો’ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ. રાયે કર્યું છે.

httpss://youtu.be/eTls6-julhU