શાહરૂખ, સલમાને એમના ચાહકોને ‘ઝીરો’ ફિલ્મના ટીઝર દ્વારા ‘ઈદ મુબારક’ કહ્યું

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન અને સલમાન ખાને દિગ્દર્શક આનંદ એલ. રાયની આગામી નવી ફિલ્મ ‘ઝીરો’ના એક વિશેષ ગીતમાં સાથે ચમકીને ભારતને, એમના પ્રશંસકોને ‘ઈદ મુબારક’ કહ્યું છે.

આ બંને અભિનેતાએ આ પહેલાં ‘કરણ અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ તુમ્હારે હૈં સનમ’ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

‘ઝીરો’ના નિર્માતાઓએ આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કર્યું છે. આ ટીઝરને વાસ્તવમાં, 15 જૂન, ઈદના દિવસે રિલીઝ થનારી સલમાન ખાનની નવી ફિલ્મ ‘રેસ 3’ સાથે જોડી દેવામાં આવ્યું છે.

‘ઝીરો’માં શાહરૂખે ઠીંગુજી બબુઆ સિંઘ રોલ કર્યો છે. ટીઝરમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન એક સ્ટેડિયમમાં પ્રવેશી રહ્યો છે અને એની પાછળ સલમાન ખાન પ્રવેશ કરે છે. બંને જણ સાથે મળીને ડાન્સ કરે છે અને બેકગ્રાઉન્ડમાં સંભળાતા એક અવાજના આ શબ્દો છેઃ ‘દોનો ભાઈઓં કે તરફ પૂરે હિન્દુસ્તાન કો ઈદ મુબારક.’

‘ઝીરો’ આ વર્ષની 21 ડિસેંબરે રિલીઝ થવાની છે.

httpss://youtu.be/89aTDByJTz4

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]