‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનાં કલાકારોની યાદીમાં ઝરીના વહાબ, મનોજ જોશીનો સમાવેશ

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવન પર એક હિન્દી ફિલ્મ બની રહી છે. દિગ્દર્શક ઉમંગ કુમાર દ્વારા બનાવવામાં આવનાર બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના કલાકારોની આખરી યાદી જાહેર કરવામાં આવી છે. એમાં ઝરીના વહાબ, મનોજ જોશી, પ્રશાંત નારાયણ, બરખા બિષ્ટ સેનગુપ્તા જેવા કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીની ભૂમિકા કરવાનો છે વિવેક ઓબેરોય.

આ ઉપરાંત ફિલ્મમાં બમન ઈરાની, દર્શન કુમાર, અક્ષત સલુજા, અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા અને યતીન કરયેકર જેવા કલાકારોને પણ ભૂમિકા આપવામાં આવી છે.

ઝરીના વહાબ

નિર્માતા સંદીપ સિંહે એક નિવેદનમાં કહ્યું છે કે ફિલ્મ માટે વિવિધ પ્રકારની નાની-મોટી ભૂમિકાઓ માટે ટેલેન્ટેડ કલાકારોને પસંદ કરવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીનાં કિશોરાવસ્થા, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનાં વર્ષો, 2014માં લોકસભાની ચૂંટણીમાં વિજય અને વડા પ્રધાન તરીકે નિયુક્તિ જેવી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવશે.

ફિલ્મનું શૂટિંગ મોટે ભાગે ગુજરાતમાં કરાશે તેમજ અમુક દ્રશ્યોનું શૂટિંગ દેશમાં અન્ય સ્થળોએ પણ કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]