યામી ગૌતમની ઈચ્છા છે, ડાન્સ આધારિત ફિલ્મમાં કામ કરવાની

મુંબઈ – ‘કાબિલ’ ફિલ્મની સફળતા બાદ અભિનેત્રી યામી ગૌતમની ઈચ્છા કોઈક કોસ્ચ્યૂમ ડ્રામા ફિલ્મ કે ડાન્સ-બેઝ્ડ ફિલ્મ કરવાની છે.

ક્વેકર ઓટ્સ પ્રોડક્ટનો પ્રચાર કરતી યામીએ એક લાઈવ ફેસબુક સત્ર મારફત સ્વાસ્થ્યપ્રદ બ્રેકફાસ્ટ કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે. એનું કહેવું છે કે જો એને કોસ્ચ્યૂમ ડ્રામા કે નૃત્ય-આધારિત કોઈ ફિલ્મની ઓફર મળશે તો જરૂર લાગશે તો પોતાના દેખાવમાં ફેરફાર પણ કરશે.

મોડેલમાંથી અભિનેત્રી બનેલી અને ‘સનમ રે’ ફિલ્મની અભિનેત્રી યામીએ કહ્યું કે, અભિનયના વ્યવસાયમાં અમે સૌ સક્રિય લાઈફસ્ટાઈલ સાથે જીવીએ છીએ. તેથી તંદુરસ્ત અને સંતુલિત લાઈફસ્ટાઈલ રાખવી બહુ આવશ્યક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]