રણબીરની બર્થડે પાર્ટીની તૈયારીમાં આલિયા આગળપડતી રહી હતી

મુંબઈ – 28 સપ્ટેંબર, શનિવારે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો પણ જન્મદિવસ હતો અને એણે તેના પરિવારજનો સાથે 37મા જન્મદિવસની ઉજવણી કરી હતી. એ ઉજવણીમાં એની સહ-ફિલ્મ કલાકાર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી. આલિયાએ રણબીરના બર્થડેની ઉજવણીની ઘણી તૈયારીઓમાં ભાગ લીધો હતો. બર્થડે કેક પણ એણે જ બનાવી હતી. આલિયા અને રણબીર આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે કામ કરી રહ્યાં છે.

રણબીર અને આલિયાનાં રીયલ લાઈફ રોમાન્સની વાતો ખૂબ ચગી છે. આ સંબંધ ભવિષ્યમાં પતિ-પત્નીના સ્વરૂપમાં બંધાય એવી શક્યતા ખરી.

રણબીર અને આલિયા વચ્ચેના સંબંધની વિગત કોફી ટાઈમ મશીનની લેટેસ્ટ આવૃત્તિમાં જાણવા મળશે. એમાં આલિયા ભટ્ટને એ કબૂલ કરતા બતાવાઈ છે કે એણે પહેલો બોયફ્રેન્ડ પોતે જ્યારે 10મા ધોરણમાં હતી ત્યારે બનાવ્યો હતો અને રણબીર કપૂર સાથે પોતે લગ્ન કરવા ઈચ્છે છે.

શાહરૂખ ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે આલિયા ભટ્ટ કોને ડેટ કરે છે ત્યારે એણે જવાબ આપ્યો હતો, ‘દરેક જણને’.

2010માં જ્યારે રણબીરને પૂછવામાં આવ્યું હતું કે તું કોની સાથે ડેટિંગ કરી રહ્યો છે, ત્યારે એણે જવાબ આપ્યો હતો, ‘હાલમાં કોઈની સાથે નહીં.’ વધુ પૂછતાં રણબીરે કહ્યું હતું, મારું નામ તો દરેક અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે.

રણબીરને જ્યારે એમ પૂછવામાં આવ્યું હતું કે દીપિકા પદુકોણે જ્યારે એમ કહ્યું હતું કે એના છેલ્લા પ્રેમીએ એની સાથે દગો કર્યો હતો તો એ શું તારા વિશે બોલતી હતી? ત્યારે જવાબમાં રણબીરે કહ્યું હતું કે, અમારો સંબંધ તો બહુ તંદુરસ્ત છે. હું એનો ખરેખર સાચો મિત્ર છું. બસ એટલું જ.

2013ના એપિસોડમાં, આલિયાએ કહ્યું હતું કે, હું હજી પણ માનું છું કે રણબીર બહુ જ પ્યારો છે અને હું હજી પણ એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]