30 વર્ષથી ફૂટપાથ પર હાર્મોનિયમ વગાડનારને સંગીતકાર, ગાયિકા તરફથી 1-1 લાખની સહાય

મુંબઈ – પુણે શહેરમાં છેલ્લા 30 વર્ષથી ફૂટપાથ પર બેસીને અને રસ્તા પર ફરીને હાર્મોનિયમ વગાડીને જીવન ગુજારતા 74 વર્ષના કેશવ લાલ નામના એક સંગીતકારને બોલીવૂડના જાણીતા ગાયક-સંગીતકાર વિશાલ દદલાની તથા ગાયિકા નેહા કક્કડ, બંનેએ એક-એક લાખ રૂપિયા દાન તરીકે આપ્યાં છે.

એટલું જ નહીં, દદલાનીએ કેશવ લાલને ટીવી રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 10’ના સેટ પર આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું જ્યાં શોનાં સ્પર્ધકો તથા જજીસે એમની તાળીઓના ગડગડાટ દ્વારા એમની પ્રશંસા કરી હતી.

શોમાં કેશવ લાલની સાથે એમના પત્ની સોની બાઈ પણ આવ્યાં હતાં.

કેશવ લાલે એક જમાનામાં એવોર્ડવિજેતા નિર્માતા વી. શાંતારામ અને કલ્યાણજી-આણંદજી સાથે કામ કર્યું હતું.

‘ઈન્ડિયન આઈડલ 10’ના એપિસોડ દરમિયાન કેશવ લાલે હાર્મોનિયમ પર રાજકપૂરની ફિલ્મનું લોકપ્રિય ગીત ‘આવારા હૂં’ વગાડ્યું હતું.

દદલાની તથા નેહા કક્કડે કેશવ લાલને એક-એક લાખ રૂપિયા દાનમાં આપવાની ત્યારે જાહેરાત કરી હતી.

દદલાનીએ કહ્યું છે કે કેશવ લાલ પાસેથી અમને શીખવા મળ્યું છે કે જિંદગીમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તે છતાં પોતાની કળા પ્રત્યેની ધગશને ક્યારેય છોડી ન દેવી.

httpss://youtu.be/YpYSd-dfD3s

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]