ઈન્દિરા ગાંધીનાં જીવન પરથી વેબસીરિઝ; વિદ્યા બાલન બનશે ઈન્દિરા

મુંબઈ – ‘ધ લંચ બોક્સ’ અને ‘ફોટોગ્રાફ’ ફિલ્મો બનાવનાર રિતેશ બત્રા હવે ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનાં જીવન પરથી એક વેબસીરિઝ બનાવી રહ્યાં છે. ઈન્દિરા ગાંધીની ભૂમિકા વિદ્યા બાલન ભજવવાની છે. આ સાથે વિદ્યા વેબસીરિઝ માધ્યમ પર ડેબ્યૂ કરશે.

આ વેબસીરિઝ લેખિકા સાગરિકા ઘોષનાં પુસ્તક ‘ઈન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઈમ મિનિસ્ટર’ પરથી બનાવવામાં આવશે. વિદ્યા બાલને સાગરિકાનાં પુસ્તકનાં હક ખરીદી લીધાં છે.

રિતેષ બત્રા આ સીરિઝનું દિગ્દર્શન કરી રહ્યા છે અને રોની સ્ક્રૂવાલા એનું નિર્માણ કરી રહ્યા છે.

વિદ્યાની નવી ફિલ્મ ‘મિશન મંગલ’ દર્શકોને ઘણી પસંદ પડી છે અને તે બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]