જાણીતા ચરિત્ર અભિનેતા વિજુ ખોટેનું મુંબઈમાં અવસાન

મુંબઈ – હિન્દી તેમજ મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિજુ ખોટેનું અત્રે એમના નિવાસસ્થાને અવસાન થયું છે.

વિજુ ખોટે ‘શોલે’ ફિલ્મમાં કાલિયા ડાકુની ભૂમિકા માટે વધારે જાણીતા થયા હતા. એ ફિલ્મમાં એમનો ‘સરદાર મૈંને આપકા નમક ખાયા હૈ’ ડાયલોગ ખૂબ જાણીતો થયો છે.

વિજુ ખોટેની વય 78 વર્ષ હતી. એ કેટલાક વખતથી બીમાર હતા. તેઓ મુંબઈમાં ગામદેવી વિસ્તારમાં રહેતા હતા.

‘અંદાઝ અપના અપના’ ફિલ્મમાં વિજુ ખોટેએ રોબર્ટ પાત્રની ભજવેલી ભૂમિકાને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

વિજુ ખોટેએ 300થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

તેઓ 1964ની સાલથી અભિનય ક્ષેત્રે સક્રિય હતા.

વિજુ ખોટે છેલ્લે 2018માં ‘જાને ક્યૂં દે યારોં’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ફિલ્મો ઉપરાંત વિજુ ખોટેએ ટીવી શોમાં પણ કામ કર્યું હતું. ‘ઝબાન સંભાલકે’ સિરિયલમાં એમનો રોલ દર્શકોએ વખાણ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]