પીઢ ચરિત્ર અભિનેતા કાદરખાન ગંભીર રીતે બીમાર; વેન્ટીલેટર પર છે

મુંબઈ – બોલીવૂડના પીઢ ચરિત્ર અભિનેતા કાદરખાનની તબિયત ખૂબ જ ગંભીર છે. એમને BiPAP વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, કાદરખાનને શ્વાસની તકલીફ છે. એમને નોર્મલ વેન્ટીલેટર પરથી સ્પેશિયલ વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે.

કાદરખાન વાત કરી શકતા નથી અને એમને ન્યુમોનિયા પણ થયો હોવાની શંકા છે.

ડોક્ટરોની એક ટીમ કાદરખાનની તબિયત સુધારવા પ્રયત્નો કરી રહી છે.

કાદરખાન હાલ કેનેડામાં છે. તેઓ હસીના માન જાયેગી, મુઝસે શાદી કરોગી, જીના સિર્ફ મેરે લિયે, પ્યાર કા દેવતા, જોરુ કા ગુલામ, અખિયોં સે ગોલી મારે, અનાડી નંબર-1, બનારસી બાબુ, આ અબ લૌટ ચલે વગેરે ફિલ્મોમાં કરેલા અભિનય માટે જાણીતા છે.

કાદરખાને ગયા વર્ષે ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું, જે બરાબર થયું નહોતું અને ત્યારથી એ સરખી રીતે ચાલી શકતા નથી.

કાદરખાન એમના પુત્ર સરફરાઝ અને પુત્રવધુ શાહિસ્તાની સાથે રહે છે.