‘વીરે દી વેડિંગ’નું પહેલું ગીત રિલીઝ થયું; કરીના, સોનમનો હોટ, ગ્લેમરસ લૂક

મુંબઈ – કરીના કપૂર-ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનીયાને ચમકાવતી હિન્દી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ના નિર્માતાઓએ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કર્યું છે, જે પાર્ટી સોંગ છે. ‘તારીફાં’ શિર્ષકવાળા અને રેપર બાદશાહના સ્વરમાં ગવાયેલા ગીતમાં કરીના, સોનમ એકદમ હોટ અને ગ્લેમરસ-બોલ્ડ લૂક જોવા મળે છે.

આ ગીતમાં ફરાહ ખાને કોરિયોગ્રાફી કરી છે.

ગીતની દરેક ફ્રેમમાં લેડિઝ એકદમ બોલ્ડ સ્વરૂપમાં જોવા મળે છે. ચારેય છોકરીઓની આસપાસ છોકરાઓ ફરતા જોવા મળે છે.

ચારેય લેડિઝ બાદશાહે ગાયેલા ગીતમાં લિપ સિન્સિંગ કરતી જોવા મળે છે.

નિર્માત્રી એકતા કપૂરે આ ગીતને રોમાંચક ગણાવ્યું છે.

આ ગીત હાઈ-ફાઈ ક્લબ્સ અને લગ્ન સમારંભોમાં ગૂંજતું થશે એવી ધારણા છે.

થોડાક દિવસ પહેલાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું હતું જે ભૂંડી ગાળ અને બોલ્ડ ડાયલોગ્સથી ભરપૂર હતું. ટ્રેલરના એક દ્રશ્યમાં સોનમ ભૂંડી ગાળ બોલે છે.

આ ફિલ્મની વાર્તા ચાર બહેનપણી વિશેની છે. આ ફિલ્મ આવતી 1 જૂને રિલીઝ થવાની છે. શશાંક ઘોષ ફિલ્મના ડાયરેક્ટર છે અને સોનમની બહેન રિયા કપૂર ફિલ્મની પ્રોડ્યૂસર છે.

તૈમૂરને જન્મ આપ્યા બાદ કરીના કપૂર-ખાનની આ કમબેક ફિલ્મ છે.

httpss://youtu.be/3SWc5G8Gx7E