‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું ‘ગરમી’ ગીત રિલીઝ કરાયું; નોરાનો અત્યાર સુધીનો એકદમ હોટ લુક

મુંબઈ – ડાન્સ આધારિત ફિલ્મ અને વરુણ ધવનને સ્ટ્રીટ ડાન્સરનાં રોલમાં રજૂ કરતી ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું ‘ગરમી’ શિર્ષકવાળું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

‘હાય ગરમી…’ પાર્ટી સોન્ગ છે અને એમાં વરુણ ધવન અને મોરોક્કન સુંદરી નોરા ફતેહીનો હોટ ડાન્સ છે. ગીતમાં સ્વર છે બાદશાહ અને નેહા કક્કડનો.

આ ગીતનાં શબ્દો બાદશાહે જ લખ્યા છે અને સંગીત પણ એણે જ પીરસ્યું છે.

નોરા સ્વીટહાર્ટ-કટ રેડ આઉટફિટ, બોલ્ડ રેડ હોઠ અને સેક્સી પેન્ટ્સમાં ખૂબ જ સુંદર અને મોહક દેખાય છે. નોરા આમેય બેલે ડાન્સની નિષ્ણાત છે. આ ગીત દ્વારા એણે ધમાલ મચાવી દીધી છે. બરાબર ઠંડીનાં દિવસોમાં જ ‘હાય ગરમી’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. બીજી બાજુ, વરુણ એના સ્ટ્રીટ ડાન્સર વેશમાં એકદમ સ્માર્ટ અને ડેશિંગ, સ્ફૂર્તિલો લાગે છે.

ગીત રિલીઝ થયું એ સાથે જ માત્ર યૂટ્યૂબ જ નહીં, પણ સોશિયલ મિડિયા ઉપર પણ છવાઈ ગયું છે. લાખો વ્યૂઝ મળ્યા છે.

ગીતમાં નોરાને નાચતી જોતાં જ વરુણ બોલે છે, ‘અરે યાર કોઈ એસી ચલા દો.’

ગીતનું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું અને એના પરથી જ ખબર પડી ગઈ હતી કે ગીત નોરા-વરુણનાં હોટ ડાન્સવાળું જ હશે.

નોરાને આ પહેલાં આપણે ‘દિલબર’ અને ‘સાકી-સાકી’ જેવા ઉત્તેજના જગાડનાર ગીતોમાં નાચતી જોઈ ચૂક્યા છીએ.

ટી સિરીઝના બેનર હેઠળ અને રેમો ડીસોઝા દ્વારા દિગ્દર્શિત ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મની હીરોઈન છે શ્રદ્ધા કપૂર. ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનું નિર્ધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]