ડીમ્પલ કાપડીયાની તબિયત ખરાબઃ હોસ્પિટલ પહોંચી ટ્વીન્કલ

મુંબઈઃ લતા મંગેશકર બાદ હવે અભિનેત્રી ડીમ્પલ કાપડીયાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. ડીમ્પલ કાપડીયાની લથડેલી તબિયતને લઇને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. દરમિયાન માતાની ખબર પૂછવા તેમની પુત્રી ટ્વીંકલ ખન્ના હોસ્પિટલ પહોંચી હતી.

ડીમ્પલ કાપડીયાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ટ્વીન્કલ હોસ્પિટલ આવતાં ફોટોગ્રાફરોએ સ્પોટ કરી હતી.

તેની પહેલાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમારે પણ ગુરુવારે ડીમ્પલ કાપડીયાની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ મુલાકાત કરી હતી. ડીમ્પલ અભિનેતાના સાસુ છે.

તાજેતરમાં જ ડીમ્પલ કાપડીયા પોતાની હોલિવૂડ ફિલ્મ ટેનેટને લઇને માધ્યમોમાં ચમક્યાં હતાં. તેઓ મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પાસે શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. આ હોલિવૂડ ફિલ્મનું લેખન અને નિર્દેશન હોલિવૂડ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલને કર્યું છે. ટેનેટ એક થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મ જૂલાઈ 2020માં રીલીઝ થવાની છે.