‘બાગી 2’ ટાઈગર શ્રોફ જ્યારે આગવી સ્ટાઈલમાં પ્રશંસકોને મળવા આવી પહોંચ્યો

મુંબઈ – ફિલ્મ કલાકારો ટાઈગર શ્રોફ અને દિશા પટની એમની આગામી નવી ફિલ્મ ‘બાગી 2’ના અત્રે ટ્રેલર લોન્ચ પ્રસંગે એમના પ્રશંસકોની સાથે વાતચીત કરવા માટે આજે એકદમ નવી જ સ્ટાઈલમાં આવી પહોંચ્યા હતા.

બંને જણ એક હેલિકોપ્ટરમાં આવી પહોંચ્યા હતા.

‘બાગી 2’ ફિલ્મ આવતી 30 માર્ચે રિલીઝ થવાની છે. નિર્માતાઓએ આજથી આ ફિલ્મનો પ્રચાર શરૂ કર્યો છે.

સફેદ શર્ટ અને જીન્સમાં સજ્જ થયેલો ટાઈગર શ્રોફ કોઈ પ્રકારના પ્રોટેક્ટિવ ગીયર વગર આવ્યો હતો અને એણે રોમાંચક સ્ટન્ટ કરી બતાવ્યા હતા. અભિનેતા જેકી શ્રોફનો પુત્ર ટાઈગર સ્ટન્ટ દ્રશ્યો માટે જાણીતો છે.

httpss://youtu.be/F2lN25IayH8

દિશા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી રહી છે. એણે પણ ટાઈગરની સાથે અમુક એક્શન સ્ટન્ટ કર્યાં હતાં.

‘બાગી 2’માં અમુક દિલધડક હવાઈ એક્શન સ્ટન્ટ જોવા મળવાના છે તેથી નિર્માતાઓએ ફિલ્મના પ્રચારનો આરંભ હેલિકોપ્ટર સાથે કરાવ્યો હતો.

એહમદ ખાન દિગ્દર્શિત ‘બાગી 2’ 2016માં આવેલી ‘બાગી’ની સીક્વલ છે. મૂળ ‘બાગી’ ફિલ્મના દિગ્દર્શક શબ્બીર ખાન હતા. ‘બાગી’માં ટાઈગર શ્રોફની હીરોઈન શ્રદ્ધા કપૂર હતી.