ટીવી અભિનેત્રી બરખા બિશ્ટ બનશે જશોદાબેન મોદી

મુંબઈ – બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવવાનો છે તે હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં ટીવી સિરિયલોની અભિનેત્રી બરખા બિશ્ટ સેનગુપ્તા પણ એક મહત્ત્વની ભૂમિકા કરવાની છે, એવું અમુક અહેવાલોનું કહેવું છે.

‘ગોલીયોં કી રાસલીલા રામ-લીલા’ અને ‘રાજનીતિ’ હિન્દી ફિલ્મોમાં અભિનય કરનાર બરખા ‘પીએમ નરેન્દ્ર મોદી’માં વડા પ્રધાન મોદીના પત્ની જશોદાબેનનો રોલ કરવાની છે.

આ ફિલ્મ પીએમ મોદીનાં જીવન પર આધારિત હશે.

ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

નિર્માતાઓએ હાલમાં જ ફિલ્મના અન્ય કલાકારોનાં નામ પણ જાહેર કર્યા હતા જેમ કે, બમન ઈરાન, ઝરીના વહાબ, મનોજ જોશી, બરખા બિશ્ટ અને પ્રશાંત નારાયણન.

ફિલ્મનું દિગ્દર્શન ઓમંગ કુમાર કરવાના છે જેમણે ‘એમ.સી. મેરી કોમ’ ફિલ્મ પણ બનાવી હતી. ઓમંગ કુમારે સંજય દત્ત અને અદિતી રાવ હૈદરી અભિનીત ‘ભૂમિ’ પણ બનાવી હતી.

‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું પહેલું પોસ્ટર ગઈ 7 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]