ઓટો સે હેલિકોપ્ટરઃ દર્શકોને હસાવવા આવી ગયું છે ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર

મુંબઈ – અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલર જ હાસ્યનો ખજાનો છે, બેફામ એડવેન્ચર કોમેડીથી ભરપૂર છે તો ફિલ્મ કેટલી મજેદાર હશે એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

‘ધમાલ’ શ્રેણીમાં પહેલા ‘ધમાલ’ આવી હતી અને પછી ‘ડબલ ધમાલ’ આવી હતી અને હવે ત્રીજી આવી રહી છે ‘ટોટલ ધમાલ’.

દિગ્દર્શક ઈન્દ્ર કુમાર ‘ડબલ ધમાલ’ રિલીઝ કર્યાના સાત વર્ષ પછી ‘ટોટલ ધમાલ’ સાથે ફરી આવી રહ્યા છે. ‘ધમાલ’ ફિલ્મ 2007માં આવી હતી. એમાં ચાર મિત્રોની વાતો હતી – અર્શદ વારસી, જાવેદ જાફરી, રિતેષ દેશમુખ અને આશિષ ચૌધરી. સંજય દત્તે એમાં પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો.

‘ડબલ ધમાલ’માં આ પાંચેય કલાકારોને રીપીટ કરવામાં આવ્યા હતા અને કંગના રણૌત તથા મલ્લિકા શેરાવતનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

‘ટોટલ ધમાલ’માં નિર્માતાએ અમુક મોટાં નામનો ઉમેરો કર્યો છે જેમ કે, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત. આ જોડી 18 વર્ષ પછી ફરી મોટા પડદા પર જોવા મળશે.

‘ટોટલ ધમાલ’માં જોની લીવર, રાજપાલ યાદવ, સંજય મિશ્રા, બમન ઈરાની, ઈશા ગુપ્તા જેવા પણ કલાકારો રમૂજ રેલાવતાં જોવા મળશે. સોનાક્ષી સિન્હા માત્ર ‘મુંગડા’ ગીતમાં વિશેષ ભૂમિકા પૂરતી જોવા મળે છે.

ફિલ્મનું સંગીત હિમેશ રેશમીયાનું છે. બે ગીત જૂની ફિલ્મોનાં લોકપ્રિય ગીતોને રીક્રિએટ કરવામાં આવ્યા છે – જેમ કે, ‘પૈસા યે પૈસા’ (કર્ઝ) અને ‘મુંગડા’ (ઈનકાર).

અજય દેવગન, અશોક ઠાકરિયા, ઈન્દ્ર કુમાર, આનંદ પંડિત અને શ્રી અધિકારી બ્રધર્સ ફિલ્મના નિર્માતાઓ છે.

ફિલ્મના પાત્રો કેવી ધમાલ મચાવે છે અને તેઓ કેવા રમૂજી સંજોગોમાં ફસાઈ જાય છે તે આ ટ્રેલર જોવાથી ખબર પડશે.

httpss://youtu.be/fo9EhcwQXcM

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]