અપના ટાઈમ આયેગા… ‘ગલી બોય’નું ટ્રેલર રિલીઝ કરાયું; રણવીરનો ફાંકડો અભિનય

મુંબઈ – હાલમાં જ ‘સિમ્બા’ તરીકે રૂપેરી પડદા પર રજૂ થયેલો રણવીર સિંહ હવે દર્શકો સમક્ષ આવી રહ્યો છે ‘ગલી બોય’ બનીને. આ ફિલ્મ જાણીતા રેપર ડિવાઈન (Divine)નાં જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ એક સડકછાપ રેપરની ભૂમિકા કરી રહ્યો છે.

રણવીર સિંહ અને આલિયા ભટ્ટને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘ગલી બોય’નું ટ્રેલર આજે અહીં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું.

ટ્રેલર લોન્ચ પ્રસંગે મિડિયાકર્મીઓનું મનોરંજન કરવાની તક રણવીરે ઝડપી લીધી હતી અને એણે હિપ-હોપ સ્ટાઈલમાં પરફોર્મ કર્યું હતું. એણે ફિલ્મનું ટીઝર ગીત ‘અસલી હિપ હોપ’ જાતે ગાયું હતું.

ટ્રેલર જોઈને કહી શકાય કે ફિલ્મ રિલીઝ થશે ત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે, કારણ કે આ ફિલ્મ યુવા વ્યક્તિઓને આકર્ષિત કરશે.

ટ્રેલરમાં રણવીરનો લુક ‘બાજીરાવ મસ્તાની’ કે ‘પદ્માવત’ના પાત્રોની સરખામણીમાં એકદમ અલગ પ્રકારનો છે. એ વધારે યુવાન વયનો, ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ વખતના રણવીર જેવો દેખાય છે.

ટ્રેલરમાં ‘ગલી બોય’ રણવીર સિંહ અને સફીના આલિયા ભટ્ટનાં પ્રેમની ઝલક પણ જોવા મળે છે. ફિલ્મમાં રણવીર રેપ આર્ટિસ્ટનો રોલ કરી રહ્યો છે જે સંઘર્ષ કરી રહ્યો છે.

આલિયાનું પાત્ર પણ એકદમ બહાદુર છોકરીનું છે.

એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ ફરહાન અખ્તર અને રિતેષ સિધવાની તથા ટાઈગર બેબી પ્રોડક્શન્સના બેનર હેઠળ ઝોયા અખ્તરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મ આગામી 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

ટ્રેલર લોન્ચ પ્રસંગે મિડિયાકર્મીઓ સમક્ષ આ ત્રણેય જણ હાજર હતાં. આ ફિલ્મ બનાવવામાં પોતાને કેવી રીતે પ્રેરણા મળી હતી એની જાણકારી ઝોયાએ આપી હતી.(જુઓ ‘ગલી બોય’નું ટ્રેલર)

httpss://youtu.be/JfbxcD6biOk

(જ્યારે રણવીરે મિડિયાકર્મીઓ સમક્ષ પોતાની રેપ કળા (એક શબ્દથી સમગ્ર રેપ બનાવવાની કળા)નું શાનદાર રીતે પ્રદર્શન કર્યું હતું.)

httpss://youtu.be/LLsBEgIkmJk

(તસવીરો અને વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]