ઈંતઝાર ખતમ; ‘તેરા ઈંતઝાર’નું ટ્રેલર રિલીઝ થયું: સન્ની-અરબાઝનાં હોટ સીન્સ

મુંબઈ – ભૂતપૂર્વ પોર્ન સ્ટાર સન્ની લિયોની ફરી આવી રહી છે રૂપેરી પડદા પર એનાં ગ્લેમરનો જાદુ પાથરવા. આ વખતે એ ચમકવાની છે નવી હિન્દી ફિલ્મ ‘તેરા ઈંતઝાર’માં. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

બોલીવૂડની બેબી ડોલ સન્ની લિયોની અને અરબાઝ ખાન વચ્ચેની સેક્સી કેમિસ્ટ્રી દર્શકોમાં ફિલ્મ જોવાની આતુરતા જગાડે એવી છે.

મિડિયાકર્મીઓ સમક્ષ ટ્રેલર લોન્ચ પ્રસંગે અરબાઝ અને સન્ની બેઉ હાજર રહ્યાં હતાં. એ વખતે એક સવાલના જવાબમાં અરબાઝે કહ્યું હતું કે હું સન્ની સાથે થોડોક સમય વિતાવવા માગતો હતો એટલે એની સાથે ફિલ્મ સાઈન કરી હતી. મને એની સાથે કામ કરવાની બહુ ઈચ્છા હતી.

અરબાઝે વધુમાં કહ્યું હતું કે સન્ની જ્યારે ‘બિગ બોસ’ હાઉસમાં હતી ત્યારે જે એપિસોડમાં સન્ની હતી એ બધા હું અચૂક જોતો હતો.

સન્ની લિયોનીએ પણ કહ્યું કે મને અરબાઝ સાથે ફિલ્મમાં કામ કરવા મળ્યું એ બદલ હું પોતાને ભાગ્યશાળી માનું છું.

ઉલ્લેખનીય છે કે, ‘બિગ બોસ’ રિયાલિટી શોને છેલ્લી આઠ સીઝનથી અરબાઝનો મોટો ભાઈ સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે.

‘તેરા ઈંતઝાર’ પહેલાં સન્ની અને અરબાઝ ‘ફ્રિકી અલી’ ફિલ્મમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. ટ્રેલરમાં સન્નીને અરબાઝને હોઠ પર કિસ કરતી, વાયોલીન વગાડતી, સ્વિમસૂટમાં સજ્જ થયેલી, નાચતી-ગીત ગાતી અને ભૂત સાથે ફાઈટ કરતી જોઈ શકાય છે.

રોમેન્ટિક સસ્પેન્સ થ્રિલર ‘તેરા ઈંતઝાર’ ફિલ્મ 24 નવેંબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સન્ની અરબાઝનાં સપનાંની રાણી બની છે અને અરબાઝ એની તસવીર કેન્વાસ પર ઉતારે છે.

રાજીવ વાલિયા દિગ્દર્શિત આ ફિલ્મમાં સુધા ચંદ્રન, સલીલ અંકોલા, રીચા શર્મા, ગૌહર ખાન, આર્ય બબ્બર જેવા અન્ય કલાકારો પણ છે.

(જુઓ ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=KeeFAj04_9k

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]