તાપસી પન્નુએ રિલેશનશીપ મામલે શું ખુલાસો કર્યો?

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ પોતાની એક્ટિંગ અને દમદાર ફિલ્મોથી બધાનું દિલ જીતી લેવામાં કોઈ કસર છોડી નથી. ગેમ ઓવર, મિશન મંગળ જેવી ફિલ્મો કર્યા બાદ તાપસી પન્નૂ અત્યારે અન્ય એક ફિલ્મની તૈયારીમાં લાગી ગઈ છે.

પરંતુ તાજેતરમાં તાપસી પન્નૂને લઈને એક મોટો ખુલાસો થયો છે. તાપસી પન્નૂએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું છે કે, તે રિલેશનશિપમાં છે. આ વાતને લઈને તેણે વાતચિત પણ કરી છે. તાપસીએ કહ્યું કે, મારો બોયફ્રેન્ડ ન તો ક્રિકેટર છે અને ન તો કોઈ એક્ટર.

તાપસી પન્નૂએ પોતાની રિલેશનશિપ મામલે વાત કરતા કહ્યું કે, મેં લગ્ન નથી કર્યા અને જે લોકો વાસ્તવમાં મારા જીવનમાં રુચી રાખે છે, તે લોકો આ મામલે ગોસીપ નથી કરતા પરંતુ તેઓ જાણે જ છે. જે પણ વ્યક્તિ મારા જીવનમાં છે તે એ પ્રોફેશનમાંથી નથી, જેના મામલે લોકો જાણવા માટે વધારે ઉત્સુક છે. તે કોઈ એક્ટર કે ક્રિકેટર નથી. આ સીવાય તાપસીએ પોતાના લગ્નને લઈને પણ વાતચીત કરી છે.

તાપસી પન્નૂએ કહ્યું કે, હું ત્યારે જ લગ્ન કરીશ કે જ્યારે મને માં બનવાની ઈચ્છા થશે, હું મારા બાળકોને વેડલોકથી બહાર રાખવા ઈચ્છું છું. હું ગ્રાંડ વેડિંગ કરવા નથી ઈચ્છતી. મારા લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ, મિત્રો, અને પરિવારના લોકો શામિલ હશે. કારણ કે વધારે દિવસ સુધીના કામ થકાવી દેનારા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]