સ્કૂલનો ક્લાસ જ્યારે બની ગયો ડાન્સ ફ્લોર… મહિલા શિક્ષકોને વિદ્યાર્થીની યાદગાર ટ્રિબ્યુટ

ફેરવેલ પાર્ટીઃ 12મા ધોરણના વિદ્યાર્થીએ મહિલા શિક્ષકોને ડાન્સ દ્વારા વિશિષ્ટ રીતે આપી શુભેચ્છા

પોતાનાં સ્કૂલનાં દિવસોને કોઈ ક્યારેય ભૂલી ન શકે. એ દિવસો આનંદના પણ રહ્યાં હોય અને ઉદાસીનાં પણ. સ્કૂલનો છેલ્લો દિવસ તો વિદ્યાર્થીઓને બરાબર યાદ રહી જતો હોય જ્યારે તેઓ ડિગ્રીનું ભણવા માટે એમની સ્કૂલને છોડે. જૂનાં શિક્ષકોને ગુડબાય કહેવાનું હોય અને નવા શિક્ષકોનાં હાથ નીચે ભણવાનું હોય.

12મા ધોરણના એક છોકરાએ એનાં ડાન્સ કૌશલ્ય દ્વારા એના મહિલા શિક્ષકોને આગવી સ્ટાઈલમાં અને હૃદયસ્પર્શી રીતે ટ્રિબ્યુટ આપી એનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. આ વિડિયો દિલ્હીની કોઈક સરકારી શાળાનો છે એવું જાણવા મળ્યું છે. વિડિયો ઈન્ટરનેટ પર ભારે લોકપ્રિય થઈ ગયો છે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે એ વિદ્યાર્થી સ્કૂલનાં ક્લાસમાં, સ્કૂલના યુનિફોર્મમાં સજ્જ થઈને જ શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ના ફેમસ ગીત ‘તુજ મેં રબ દિખતા હૈ યારા મૈં ક્યા કરું’ની ધૂન પર બહુ સરસ રીતે ડાન્સ કરે છે, એની મહિલા શિક્ષકોને પગે લાગે છે. એટલું જ નહીં, એ હાથ પકડીને મહિલા શિક્ષકોને વારાફરતી પોતાની સાથે ડાન્સ પણ કરાવે છે.

આ વિડિયો શોર્ટ વિડિયોને ક્રીએટ કરી સોશિયલ મિડિયા પર શેર કરવાની મિડિયા એપ ‘ટિક ટોક’ પર પોસ્ટ કરાયો છે.

જુઓ વિડિયો…

httpss://youtu.be/e-UMyeCmgx0

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]