અભિનેત્રી સોનાલી બેન્દ્રેનું સ્વદેશાગમન; કહ્યું, ‘કેન્સર સામેનો મારો જંગ હજી પૂરો થયો નથી’

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે, જે કેન્સરની બીમારીનો ભોગ બન્યાં છે, તે ન્યુયોર્કથી થોડાક સમય માટે ભારત પાછાં ફર્યાં છે.

સોનાલી એમનાં નિર્માતા પતિ ગોલ્ડી બહલ સાથે મુંબઈ એરપોર્ટ પર

સોનાલી બેન્દ્રે-બહલ ગઈ કાલે મુંબઈ પાછાં ફર્યાં હતાં. ન્યુયોર્કમાં એ ગયા જુલાઈ મહિનાથી સારવાર હેઠળ છે.

મુંબઈ એરપોર્ટ પર એ ખુશમિજાજમાં દેખાયાં હતાં. એમણે કહ્યું કે કેન્સર સામેનો એમનો જંગ હજી પૂરો થયો નથી.

મુંબઈ પાછાં ફરતી વખતે સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું છે કે, પરિવારજનોથી દૂર અંતરે રહેવાને કારણે તમારું હૃદય વિશાળ બને છે, એ સાચી વાત છે, પરંતુ એ અંતર તમને ઘણું શીખવી જાય છે. મુંબઈના ઘરથી દૂર ન્યુયોર્કમાં રહીને મને સમજાયું છે કે જીવનમાં સંઘર્ષો આવ્યા કરે, પણ એની સામેનો જંગ છોડી ન દેવો. હવે હું ત્યાં પાછી જઈ રહી છું જ્યાં મારું દિલ રહેલું છે. એ માટેની લાગણી હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. આ આનંદ છે મારાં પરિવાર અને મિત્રોને ફરી મળી શકવાનો. જંગ હજી પૂરો થયો નથી, પણ હું ખુશ છું અને આ આનંદદાયક ઈન્ટરવલ માટે આતુર છું.

httpss://www.instagram.com/p/Bq6N9k4gxLE/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]