ગાયક મુકેશે કઈ ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી હતી?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 1-7-1987 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

લતેશ રાજેશ (રાજકોટ)

સવાલઃ ગાયક મુકેશે કઈ ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી હતી? હીરોઈન કોણ હતી? એ ફિલ્મ ક્યારે રજૂ થયેલી?

જવાબઃ ‘નિર્દોષ’, ‘અનુરાગ’ અને ‘માશુકા’માં મુકેશ હીરો તરીકે ચમક્યા હતા. ‘નિર્દોષ’ની નાયિકા નલિની જયવંત હતાં, એ ફિલ્મ 1941માં રજૂ થયેલી. ‘અનુરાગ’ની હીરોઈન હતી ઉષા કિરણ, તે ફિલ્મ 1956માં રિલીઝ થયેલી અને ‘માશુકા’માં સુરૈયા હીરોઈન હતી, એ ફિલ્મ 1957માં રજૂ થયેલી.