અમિતાભના વેવાઈ, શ્વેતા બચ્ચનનાં સસરા ઉદ્યોગપતિ રાજન નંદાનું નિધન

નવી દિલ્હી – બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના વેવાઈ, એમની પુત્રી શ્વેતા બચ્ચન-નંદાનાં સસરા રાજન નંદાનું ગઈ કાલે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન થયું છે. એ 76 વર્ષના હતા.

દિલ્હીનિવાસી રાજન નંદા 1994ની સાલથી એસ્કોર્ટ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હતા.

રાજન નંદા સ્વ. રાજ કપૂરના પુત્રી રીતુ નંદાનાં પતિ હતા.

રાજન નંદાના પરિવારમાં પત્ની રીતુ ઉપરાંત પુત્ર નિખિલ અને પુત્રી નતાશા છે. નિખિલ નંદા એસ્કોર્ટ્સ લિમિટેડમાં ડાયરેક્ટર છે.

એસ્કોર્ટ્સ ગ્રુપ ભારતના એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની છે. તેનો મુખ્ય બિઝનેસ એગ્રીકલ્ચર-મશીનરી, બાંધકામ તથા રેલવે ઈક્વિમેન્ટ્સ ક્ષેત્રોમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]