‘સંજુ’નું ‘બઢિયા’ ગીત રિલીઝ કરાયું; રણબીર છોકરમત હરકતોથી પ્રભાવિત કરે છે

મુંબઈ – ‘સંજુ’ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કર્યું છે. ‘મૈં બઢિયા, તુ ભી બઢિયા’ શબ્દોવાળા ગીતમાં રણબીર કપૂર અને સોનમ કપૂરને પ્રેમીપંખીડાનાં રૂપમાં જોઈ શકાય છે.

યુવાન વયના સંજય દત્ત તરીકે રણબીર કપૂર એની છોકરમત હરકતો દ્વારા ઈમ્પ્રેસ કરે છે. આ રમૂજી ગીત 80ના દાયકાનાં બોલીવૂડ સંગીતની પશ્ચાદભૂમાં બનાવવામાં આવ્યું છે. સોનમ કપૂરે પણ ગીતમાં સરસ એક્ટિંગ કરી છે. ગીતમાં રણબીર અને સોનમની લવ સ્ટોરીની એક ઝલક જોઈ શકાય છે.

સંજય દત્તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો એ દિવસોમાં એના પિતા સુનીલ દત્તનું એવું માનવું હતું કે સંજય ગીતના ફિલ્માંકન વખતે એનાં હોઠ મેચ થાય એ રીતે બરાબર ફફડાવતો નથી. પોતાના પિતાને ખોટા સાબિત કરવા માટે સંજુ ‘બઢિયા’ ગીતમાં સ્ત્રી ગાયિકાનાં અવાજ સાથે સરસ રીતે લિપ-સિન્ક્સ કરે છે. ગીતમાં રણબીર અને સોનમનાં ડાન્સ સ્ટેપ્સ પણ સરસ છે.

‘બઢિયા’ ગીત સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમે ગાયું છે જ્યારે રોહને સંગીત પીરસ્યું છે. ગીત પુનિત શર્માએ લખ્યું છે.

સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મ આવતી 29 જૂને રિલીઝ થવાની છે.

(જુઓ ગીતની ઝલક…)

httpss://youtu.be/kZUxD_pEqgg