સાનિયાનાં જીવન પરથી બનશે બાયોપિક ફિલ્મ; ખુદ ટેનિસ ચેમ્પિયન જ બધી વિગત આપશે

હૈદરાબાદ – ભારતની વર્લ્ડ ચેમ્પિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ આજે જાહેરાત કરી છે કે એનાં જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવામાં આવશે અને તે ફિલ્મ બોલીવૂડ નિર્માતા રોની સ્ક્રૂવાલા બનાવશે.

સાનિયા એનાં પુત્ર ઈઝાન મિર્ઝા-મલિક સાથે

સાનિયાએ એક નિવેદનમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી.

સાનિયાએ કહ્યું કે એણે બાયોપિક ફિલ્મ માટે એક કોન્ટ્રાક્ટ પર સહી કરી છે અને ફિલ્મ માટેનું કામકાજ શરૂ થઈ ગયું છે.

સાનિયા મિર્ઝા એનાં પતિ, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે

ગ્રાન્ડ સ્લેમ વિજેતા ટ્રોફી જીતનાર સાનિયા એકમાત્ર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે. એણે આ ટ્રોફીઓ ડબલ્સમાં જીતી છે.

એની બાયોપિક ફિલ્મનું નિર્માણ હાલ પ્રાથમિક તબક્કામાં છે.

બોલીવૂડ અભિનેત્રીઓ પરિણિતી ચોપરા, નેહા ધુપીયા સાથે સાનિયા

સાનિયાએ વધુમાં કહ્યું કે બધું અમારી પરસ્પર સમજૂતી અનુસાર થશે. સૌથી મહત્ત્વનો ભાગ મારાં તરફથી આપવામાં આવનાર વિગતો હશે. એ તો દેખીતું જ છે કે આ વાર્તા મારાં વિશેની જ હશે. તેથી મારે પોતે જ એ આપવાની હોય.

સાનિયાએ કહ્યું કે ટૂંક સમયમાં દિગ્દર્શક વિશે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ કલાકારોની પસંદગી કરવામાં આવશે.

સાનિયાની ફિલ્મ દેશનાં અનેક ખેલમહારથીઓની બાયોગ્રાફિકલ ફિલ્મોમાં ઉમેરો કરશે. આ પહેલાં મેરી કોમ, દંગલ, ભાગ મિલ્ખા ભાગ અને એમ.એસ. ધોની આવી ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]