‘રોકી’ જેટલી જ ‘ક્રીડ 2’ હિટ જાય એવી સલમાને સ્ટેલોનને શુભેચ્છા આપી

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને હોલીવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનને એવી શુભેચ્છા આપી છે કે એની આગામી ફિલ્મ ‘ક્રીડ 2’ બોક્સ ઓફિસ પર સફળ રહે અને ‘રોકી’, ‘રેમ્બો’ અને ‘એક્સપેન્ડેબલ્સ’ જેવી જ હિટ જાય.

સલમાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ‘ક્રીડ 2’નું પોસ્ટર શેર કર્યું છે અને એની કેપ્શનમાં લખ્યું છેઃ ‘એવું સાંભળ્યું છે કે, ‘ક્રીડ 2’ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આશા રાખું છું કે આ ફિલ્મ પણ ‘રોકી’, ‘રેમ્બો’, ‘એક્સપેન્ડેબલ્સ’ જેવી જ હિટ જશે. કીપ પંચિંગ સિલ્વેસ્ટર સ્ટેલોન.’

‘ક્રીડ 2’ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે ‘ક્રીડ’ની સિક્વલ છે અને ‘રોકી’ ફિલ્મ સીરિઝમાં આઠમી આવૃત્તિ છે. એમાં માઈકલ બી. જોર્ડન, ટીસા થોમ્પસન સહિત અનેક કલાકારો છે. ફિલ્મની વાર્તામાં એડોનીસ ક્રીડ બોક્સિંગની તાલીમ છે. એનું લક્ષ્ય ઈવાન ડ્રેગોના પુત્રને હરાવવાનું છે. ડ્રેગોએ 30 વર્ષ પહેલાં રિંગમાં ક્રીડના પિતાનું મોત નિપજાવ્યું હતું.

સિલ્વેસ્ટર સ્ટેલોન અને સલમાન ખાન વચ્ચે ઘણા વર્ષોથી દોસ્તી છે. સલમાનની ‘રેસ 3’ વખતે સ્ટેલોને એક ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ટેલેન્ટેડ ફિલ્મ હીરો સલમાન ખાનને એની આગામી ફિલ્મ રેસ 3 માટે હાર્દિક શુભેચ્છા.’
બંને જણ અમુક વર્ષ પહેલાં નિર્માતા સાજિદ નડિયાદવાલા મારફત મળ્યા હતા. ત્યારે સ્ટેલોને તેની ફિલ્મ ‘રોકી’ના પાંચ પોસ્ટર સલમાનને ગિફ્ટમાં આપ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]