સલમાને 54મો જન્મદિવસ પરિવારજનો, મિત્રો, મિડિયાકર્મીઓ સાથે ઉજવ્યો

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને આજે પોતાનો 54મો જન્મદિવસ પરિવારજનો, ખાસ મિત્રો અને મિડિયાકર્મીઓની સાથે મળીને ઉજવ્યો. સોશિયલ મિડિયા પર ફિલ્મઉદ્યોગની હસ્તીઓ તથા પ્રશંસકો તરફથી એની પર અભિનંદનનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. સલમાને ગઈ મધરાતે પોતાના નિવાસસ્થાને બર્થડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

પરિવારજનો, ખાસ મિત્રો અને મિડિયાકર્મીઓની હાજરીમાં સલમાને એના ભાણેજ અહિલ સાથે મળીને ચાર-સ્તરવાળી મોટી બર્થડે કેક કાપી હતી.

સલમાન ખાન એની ‘દબંગ’ હિરોઈન સોનાક્ષી સાથે

સલમાનની બર્થડે પાર્ટીમાં સોનાક્ષી સિન્હા, કેટરીના કૈફ, રવીના ટંડન, કૃતિ ખરબંદા, પુલકિત સમ્રાટ, કિચ્ચા સુદીપ, વિદ્યા બાલન અને એના નિર્માતા પતિ સિદ્ધાર્થ રોય કપૂર, સુભાષ ઘઈ, ડેઈઝી શાહ, સંગીતા બિજલાની તથા અન્યો હાજર રહ્યાં હતાં.

અરબાઝ ખાન એની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે

પાર્ટીમાં સલમાનના પિતા સલીમ ખાન, બંને ભાઈ – સોહેલ અને અરબાઝ, નાની બહેન અર્પિતા પણ હાજર હતી, જે ફરી ગર્ભવતી બની હતી અને એ જ દિવસે એણે દીકરીને જન્મ આપ્યો હતો.

બર્થડે પાર્ટીમાં સલમાનનો લાંબા સમયથી સેવા બજાવતો બોડીગાર્ડ શેરા પણ હાજર હતો.

સલમાન પોતાના ઘરમાં પાર્ટી યોજી તે પહેલાં મિડિયાકર્મીઓને મળ્યો હતો અને એમની સાથે મળીને એણે અલગ કેક કાપી હતી.

સલમાનની ‘દબંગ 3’ હાલમાં જ રિલીઝ થઈ છે. આવતા વર્ષના ઈદ તહેવારમાં એની નવી ફિલ્મ રિલીઝ કરાશે – ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’. એ ફિલ્મમાં તેની સાથે દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હુડા જેવા અન્ય કલાકારો પણ છે.

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન-શર્મા એનાં પુત્ર સાથે


રવિના ટંડન એનાં પતિ સાથે


કેટરીના કૈફ


વિદ્યા બાલન એનાં નિર્માતા પતિ સિદ્ધાર્ય રોય કપૂર સાથે


પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા


સોહેલ ખાન


મહેમાનોને આવકારતા સલીમ ખાન


બોબી દેઓલ એની પત્ની તાન્યા સાથે


તબુ


મિડિયાકર્મીઓ સાથે જન્મદિવસ ઉજવતો સલમાન


બોડીગાર્ડ શેરા, 'દબંગ 3'નો સહ-અભિનેતા કિચ્ચા સુદીપ, સોનાક્ષી સાથે બર્થડે બોય


'કેક કટિંગ' વિધિ


મિડિયાકર્મીઓનો આભાર માનતો સલમાન