સલમાન ખાન નવી ફિલ્મ ‘લવરાત્રી’માં ચમકાવશે નવી હીરોઈન – વરીના હુસેનને

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક જાહેરાત કરીને એનાં ચાહકોને ચોંકાવી દીધા હતા. એણે એક ટ્વીટમાં લખ્યું હતું કે, ‘મને છોકરી મળી ગઈ છે.’

આ ટ્વીટ પોસ્ટ થતાં જ સલમાન ખાનના ચાહકો રાજીનાં રેડ થઈ ગયા હતા અને સલમાન પર ચારેબાજુએથી અભિનંદનની વર્ષા થઈ હતી.

જોકે સલ્લુમિયાના ચાહકોની ખુશી લાંબી ટકી નહોતી. થોડીક જ વારમાં સલમાને એક બીજું ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે એને પોતાના હોમ પ્રોડક્શનની નવી ફિલ્મ માટે નવી લીડ એક્ટ્રેસ મળી ગઈ છે.

સલમાન ખાન એના એસકેએફ ફિલ્મ્સ બેનર હેઠળ નવી ફિલ્મ ‘લવરાત્રી’ બનાવી રહ્યો છે. એમાં તે વરીના હુસેન નામની નવોદિત અભિનેત્રીને મુખ્ય રોલમાં ચમકાવવાનો છે. આ ફિલ્મમાં સલમાન એના બનેવી આયુષ શર્માને પણ પહેલી જ વાર અભિનેતા તરીકે ચમકાવવાનો છે.

વરીના હુસેન, આયુષ શર્મા

આમ, વરીના હુસેન સલમાન સાથે નહીં, પણ આયુષ શર્મા સાથે જોડી બનાવશે.

‘લવરાત્રી’ ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિની એક પ્રેમકહાણી પર આધારિત હશે. એનું દિગ્દર્શન અભિરાજ મિનાવાલા સંભાળશે.

કોણ છે વરીના હુસેન

વરીના તાજેતરમાં જ કેડબરીની જાહેરખબરમાં જોવા મળી હતી.

કહેવયા છે કે બોલીવૂડમાં વરીનાનું કોઈ ખાસ કનેક્શન નથી, પરંતુ કેડબરીની જાહેરખબરમાં ચમક્યાં બાદ એને લવરાત્રી ફિલ્મ માટે બોલાવવામાં આવી હતી.

વરીનાનાં પિતા ઈરાકી છે અને માતા અફઘાન છે. વરીનાએ ન્યૂ યોર્કમાં ફિલ્મ એકેડેમીમાંથી અભિનયની તાલીમ મેળવી છે.

વરીના એનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. 23 ફેબ્રુઆરીએ જન્મેલી વરીનાએ 2013માં નવી દિલ્હીમાં મોડેલિંગ કારકિર્દીનો આરંભ કર્યો હતો. હાલ તે મુંબઈમાં સ્થાયી થઈ છે.

હાલ તો સલમાન પોતાની નવી ફિલ્મ ‘રેસ 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે જે ફિલ્મ આ વર્ષે ઈદના તહેવારમાં રિલીઝ થવાની છે.

7 અભિનેત્રીઓને બોલીવૂડમાં લોન્ચ કરી ચૂક્યો છે સલમાન ખાન

સલમાન ખાન અત્યાર સુધીમાં પોતાની હીરોઈન તરીકે અથવા હોમ પ્રોડક્શનનની ફિલ્મોમાં અત્યાર સુધીમાં 7 અભિનેત્રીઓને લોન્ચ કરી ચૂક્યો છે. આ અભિનેત્રીઓ છે – કેટરીના કૈફ (મૈંને પ્યાર ક્યૂં કિયા), ભૂમિકા ચાવલા (તેરે નામ – 2003), સોનાક્ષી સિંહા (દબંગ – 2010), ઝરીન ખાન (વીર – 2010), સ્નેહા ઉલ્લાલ (લકીઃ નો ટાઈમ ફોર લવ – 2005), ડેઈઝી શાહ (જય હો – 2014), હેઝલ કીચ (બોડીગાર્ડ),