સલમાન બન્યો ગાયક; ‘નોટબુક’ ફિલ્મ માટે રોમેન્ટિક ગીત ગાયું ‘મૈં તારે’…

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી નવી ટેલેન્ટને લોન્ચ કરવા માટે જાણીતો છે. એ અત્યાર સુધીમાં કેટરીના કૈફ, અર્જુન કપૂર, સૂરજ પંચોલી, આથિયા શેટ્ટી જેવા કલાકારોને ફિલ્મોમાં ચમકાવી ચૂક્યો છે અને હવે એ દર્શકો સમક્ષ પેશ કરી રહ્યો છે પ્રનૂતન બહલ અને ઝહીર ઈકબાલને – પોતાના જ પ્રોડક્શન હાઉસની નવી ફિલ્મ ‘નોટબુક’માં. પ્રનૂતનની આ પહેલી જ ફિલ્મ છે.

પ્રનૂતન બહલ દંતકથા સમાન સ્વ. અભિનેત્રી નૂતનની પૌત્રી અને ચરિત્ર અભિનેતા મોહનીશ બહલની પુત્રી છે.

સલમાને ‘નોટબુક’નું એક ગીત સોશિયલ મિડિયા પર શેર કર્યું છે. આ ગીતની વિશેષતા એ છે કે એમાં તેણે પોતાના સ્વરમાં જ એક રોમેન્ટિક ગીત ગાયું છે.

સલમાને ગાયેલા ગીતનું ટાઈટલ છે ‘મૈં તારે’. આ ગીત એણે ટ્વિટર પર શેર કરતાં એને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

‘મૈં તારે’ ગીત માટે સંગીત આપ્યું છે વિશાલ મિશ્રાએ અને ગીતનાં શબ્દો લખ્યા છે મનોજ મુન્તશીરે. આ ગીતમાં સલમાનનો સ્વર ઘણો સરસ છે. ગીત પ્યારમાં હોવાની લાગણીનું વર્ણન કરે છે અને પ્રનૂતન અને ઝહીરનાં પાત્રો વચ્ચેનાં પ્રેમને પ્રસ્તુત કરે છે.

સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘નોટબુક’ ફિલ્મ આવતી 29 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મના દિગ્દર્શક છે નીતિન કક્કડ. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ કશ્મીરમાં કરવામાં આવ્યું હતું.

httpss://twitter.com/BeingSalmanKhan/status/1107590106997764097

(જુઓ સલમાન ખાનના સ્વરમાં ;મૈં તારે’ ફિલ્મનું ગીત)

httpss://youtu.be/t-Xeb6WCsqs

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]