સલમાન, સારા કદાચ નવી ફિલ્મમાં સાથે ચમકશે

મુંબઈ – સલમાન ખાન અને સારા અલી ખાનને કોઈ ફિલ્મમાં સાથે અભિનય કરતાં જોવા મળે એવી શક્યતા છે.

દિગ્દર્શક આનંદ એલ. રાય એમની નવી ફિલ્મમાં આ બંને કલાકારને ચમકાવવા માગે છે એવા અહેવાલો છે.

બોલીવૂડમાં નવોદિત યુવા અભિનેત્રીઓમાંની એક સારા અલી છે.

સૈફ અલી ખાન અને અમ્રિતા સિંઘની પુત્રી સારાએ એની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કેદારનાથ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તરત જ એની સિમ્બા ફિલ્મ પણ આવી હતી. આ બંને ફિલ્મે એને સ્ટાર બનાવી દીધી છે.

પોતે ટોચના કલાકાર માતા-પિતાની પુત્રી હોવા છતાં એ લાગવગથી કે નિર્માતાઓને આજીજી કરીને ફિલ્મો મેળવતી નથી, પણ પોતાનાં સ્વબળે જ ફિલ્મ કારકિર્દીમાં આગળ વધી રહી છે.

ગયા શુક્રવારે સારા આનંદ રાયની ઓફિસમાં જોવા મળી હતી. ત્યારથી એવી વાતો ઉડી છે કે આનંદ રાયે પોતાની નવી ફિલ્મમાં એને સાઈન કરી છે.

રાય એમની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સલમાન ખાન સાથે પણ વાટાઘાટ કરી રહ્યા છે.

કહેવાય છે કે જ્યારે સારાને આની ખબર પડી ત્યારે સલમાન સાથે કામ કરવાની એણે રાય સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી. સલમાન સાથે ફિલ્મમાં કામ કરવા સારા આતુર બની છે.

સારા હાલ કુલી નંબર 1 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એમાં તે વરુણ ધવન સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાની છે. તે ઉપરાંત એ લવ આજ કલ ફિલ્મમાં પણ કામ કરી રહી છે જેમાં એનો હિરો છે કાર્તિક આર્યન.

બીજી બાજુ, સલમાન ખાન બિગ બોસ ટીવી રિયાલિટી શોના શૂટિંગમાં તેમજ દબંગ 3ના પ્રમોશન્સમાં સુપર બિઝી છે. દબંગ 3માં એની સાથે સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર પણ છે. સલમાન તે ઉપરાંત રાધેઃ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ પણ બનાવી રહ્યો છે, જે 2020ના ઈદના તહેવારમાં રજૂ કરવાનો એનો પ્લાન છે.

રૂપેરી પડદા પર સલમાન અને સારાની નવી જોડીને જોવાનું રસપ્રદ બની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]