બોલીવૂડમાં સોનાક્ષીએ 8 વર્ષ પૂરા કર્યા; ‘દબંગ 3’માં પણ એ જ હશે હિરોઈન

મુંબઈ – ‘દબંગ’ ફિલ્મ રિલીઝ થયાને આઠ વર્ષ પૂરા થયા એ નિમિત્તે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાએ પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર ‘દબંગ 3’ ફિલ્મ વિશેની રોમાંચક જાહેરાત કરી છે.

પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષીએ 8 વર્ષ પહેલાં ‘દબંગ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી અને એ ફિલ્મ તથા સોનાક્ષીની એન્ટ્રી સુપરહિટ સાબિત થઈ હતી.

સલમાને ‘દબંગ 3’ ફિલ્મ બનાવવાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે અને કહ્યું છે કે નવી ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. એણે ચોખવટ કરી છે કે ‘દબંગ’ અને ‘દબંગ 2’ની જેમ ‘દબંગ 3’માં પણ એની હિરોઈન સોનાક્ષી જ હશે.

સલમાન અને સોનાક્ષી, બંનેએ પોતપોતાની પોસ્ટમાં ‘દબંગ’ ફિલ્મનાં દ્રશ્યની તસવીર મૂકી છે. નવી ફિલ્મમાં ચુલબુલ પાંડેની રજ્જો નવા લૂકમાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવા કરશે. ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની હશે. નવી ફિલ્મ એક રિયલ લાઈફ પોલીસ અધિકારીના પાત્ર પર આધારિત હશે. એમાં એક્શન-પંચ ભરપૂર જોવા મળશે.

httpss://twitter.com/BeingSalmanKhan/status/1039155560753426432

httpss://twitter.com/sonakshisinha/status/1039159467441627136

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]