સૈફ અને સારા કદાચ ફિલ્મમાં પિતા-પુત્રીની ભૂમિકા ભજવશે

મુંબઈ – રીયલ લાઈફના પિતા-પુત્રી સૈફ અલી ખાન અને સારા અલી ખાન કોઈક ફિલ્મમાં પિતા-પુત્રીનો રોલ ભજવે એવી ચર્ચા છે. એ ફિલ્મ કોમેડી હશે અને પિતા-પુત્રી પરના સંબંધ પર આધારિત હશે. એ ફિલ્મ દ્વારા દિગ્દર્શક સમાજને એક સારો સંદેશ પણ આપવા માગે છે.

સૈફ અલી ખાન અને એની ભૂતપૂર્વ પત્ની અમ્રિતા સિંહની પુત્રી સારા અલી ખાન ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ ફિલ્મો દ્વારા બોલીવૂડમાં પ્રવેશ કરી રહી છે. ‘કેદારનાથ’માં સુશાંત સિંહ રાજપૂત સાથે અને ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે ચમકી રહી છે.

એક અહેવાલ અનુસાર સૈફ અને સારા અલી ખાન નીતિન કક્કડ દિગ્દર્શિત ફિલ્મમાં ચમકશે.

નીતિન કક્કડે સૈફ અને સારાનો સંપર્ક કર્યો હતો અને બંનેને ફિલ્મી વાર્તા ગમી છે અને મૌખિક રીતે ફિલ્મમાં કામ કરવાની સંમત્તિ દર્શાવી છે.

સૈફ અલી ખાનની હાલમાં જ નેટફ્લિક્સ ઉપર શરૂ કરાયેલી હિન્દી વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]