સૈફ અલીએ ઉજવ્યો 48મો જન્મદિવસ; કરીનાએ યોજી બર્થડે પાર્ટી

મુંબઈ – બોલીવૂડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનનો આજે જન્મદિવસ છે. એણે તેના પરિવારજનો સાથે મળીને અહીં પોતાનો 48મો જન્મદિવસ ઉજવ્યો છે.

સૈફના નિવાસસ્થાને ગઈ મધરાતે યોજવામાં આવેલી એની બર્થડે પાર્ટીમાં એની પત્ની કરીના કપૂર-ખાન, સાળી કરિશ્મા કપૂર, બહેન સોહા અલી ખાન, બનેવી કુણાલ ખેમૂ, છૂટાછેડા લીધેલી પહેલી પત્ની અમ્રિતા સિંહથી થયેલા પુત્ર-પુત્રી ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન ઉપસ્થિત રહ્યાં હતાં.

પાર્ટીનું આયોજન કરીનાએ કર્યું હતું. ચોકલેટ કેક પર લખ્યું હતું ‘વી લવ યૂ સૈફૂ’.

સૈફનો જન્મ 1970ની 16 ઓગસ્ટે થયો હતો. એ સ્વ. ક્રિકેટ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી અને બોલીવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોરનો પુત્ર છે. અમ્રિતા સિંહ સાથે 2004માં છૂટાછેડા લીધા બાદ 2012માં એણે કરીના સાથે લગ્ન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]