રવીના ટંડન (44) ‘નાની’ બનશે; એની દત્તક દીકરી છાયા ગર્ભવતી છે

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી રિયલ લાઈફમાં ટૂંક સમયમાં જ નાની બનવાની છે. એની પુત્રી છાયા પહેલી વાર ગર્ભવતી બની છે.

રવીના ટંડનની સાથે છે છાયા (વચ્ચે) અને રાશા થડાની (જમણે)

44 વર્ષીય રવીનાએ બે છોકરીને દત્તક લીધી હતી. એક છે, છાયા અને બીજી છે પૂજા.

રવીના જ્યારે 20ના દાયકાની વયમાં હતી ત્યારે એણે આ બે છોકરીને દત્તક લીધી હતી.

છાયા પહેલી જ વાર ગર્ભવતી થઈ છે અને રવીનાએ હાલમાં જ છાયાનાં સીમંત પ્રસંગની તેનાં નિવાસસ્થાને ઉજવણી કરી હતી. એની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. એમાં રવીનના છાયા સાથે જોવા મળે છે. છાયા પણ એનું ફૂલી ગયેલું પેટ ગર્વથી બતાવી રહી છે.

પૂજા વ્યવસાયે ન્યૂટ્રિશનિસ્ટ છે. એણે ઈન્સ્ટાગ્રામ પર એ પ્રસંગની કેટલીક તસવીરો શેર કરી છે અને દત્તક લીધેલા બાળક માટે સાચો પ્રેમ દર્શાવવા બદલ રવીનાની પ્રશંસા કરી હતી.

પૂજાએ લખ્યું છે કે નાની બનવા માટે ચીયર્સ. રવીના તમે આ સાચી લાગણીથી કર્યું છે. પોતાની દત્તક પુત્રીની સંભાળ લઈને એનાં બેબી શાવર પ્રસંગને સેલિબ્રેટ કરતા જોયા એ દિલને સ્પર્શી જાય એવું છે.

એ પાર્ટીમાં રવીનાએ એનાં પરિવારજનો તથા ખાસ નિકટની સહેલીઓને જ આમંત્રણ આપ્યું હતું.

રવીનાએ 2004માં ઉદ્યોગપતિ અને નિર્માતા અનિલ થડાની સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં એણે થડાનીનાં બે સંતાનને જન્મ આપ્યો હતો. પુત્રી રાશા અને પુત્ર રણબીરવર્ધન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]