રણવીરે ‘પદ્માવતી’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું; દીપિકાની પાર્ટીમાં હાજર થયો

મુંબઈ – અભિનેતા રણવીર સિંહે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘પદ્માવતી’ ફિલ્મમાં સુલતાન અલાઉદ્દીન ખીલજીના રોલ માટે પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તે શનિવારે અહીં સહ-અભિનેત્રી દીપિકા પદુકોણે યોજેલી પાર્ટીમાં હાજર રહ્યો હતો.

રણવીરે શૂટિંગ પૂરું કર્યાની જાણકારી ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટ પર આપી છે.

httpss://twitter.com/RanveerOfficial/status/926761744722284544

ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરમાં જોવા મળ્યું છે તેમ, રણવીરે આ ફિલ્મમાં ખીલજીનો રોલ આક્રમક રીતે ભજવ્યો છે. એને લીધે બોલીવૂડમાં અનેક મહારથીઓનું ધ્યાન ખેંચાયું છે. ફિલ્મમાં ખીલજીનો અત્યંત ડરામણો લુક પણ ધારણ કર્યો છે.

ફિલ્મમાં ચિતોડની રાજપૂત રાણી પદ્મિની અથવા પદ્માવતીનો રોલ કરનાર દીપિકાએ આ ફિલ્મના ટ્રેલરને મળેલા વ્યાપક જોરદાર પ્રતિસાદથી ખુશ થઈને મુંબઈમાં શનિવાર, ૪ નવેમ્બરે પોતાનાં નિવાસસ્થાનને ભવ્ય પાર્ટી રાખી હતી. એમાં રણવીર પણ હાજર રહ્યો હતો. આમ, એ બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ ઊભી થઈ હોવાના અહેવાલો ખોટા સાબિત થયા છે.

ફિલ્મમાં શાહિદ કપૂરે પદ્માવતી (દીપિકા)નાં પતિ રાજા રાવલ રતન સિંહનો રોલ કર્યો છે. ફિલ્મમાં અદિતી રાવ હૈદરી, સોનુ સૂદ, વિવેક ઓબેરોય, અરૂણોદય સિંહ, ડેની ડેન્ઝોન્ગ્પાની મહત્વની ભૂમિકા છે.

ફિલ્મ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]