રણબીર-આલિયાની સગાઈના અહેવાલો ખોટા છેઃ રણધીર કપૂર

મુંબઈઃ બોલીવૂડની યુવાન કલાકાર જોડી – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સગાઈના બંધનથી જોડાઈ રહ્યાં છે એવી અફવાઓએ છેલ્લા બે દિવસથી ખૂબ જોર પકડ્યું છે, પરંતુ હવે રણબીરના કાકા અને પીઢ અભિનેતા રણધીર કપૂરે સ્પષ્ટતા કરી છે અને સગાઈની અફવાઓનું ખંડન કર્યું છે.

રણધીર કપૂરે કહ્યું છે કે રણબીર અને આલિયા એમનાં પરિવારજનો સાથે રાજસ્થાનના રણથંભોરમાં વેકેશન માણવા ગયાં છે. રણબીર અને આલિયાની જો સગાઈ થવાની હોત તો હું અને મારો પરિવાર પણ એમની સાથે ત્યાં ગયા હોત. રણબીર, આલિયા અને નીતૂ (નીતૂ સિંહ-કપૂર) નવા વર્ષના આગમનના સ્વાગત માટે રણથંભોર ગયાં છે. રણબીર-આલિયાની સગાઈ થઈ રહી છે એ અહેવાલો ખોટા છે, એમ રણધીર કપૂરે વધુમાં કહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]