રણબીર મુંબઈના રસ્તા પર ઉતરી ચાહકોને મળ્યો, કોલેજના દિવસોની વાતો શેર કરી

મુંબઈ – બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર પેપ્સીના લેટેસ્ટ પ્રચાર ‘ક્યૂં સૂખે સૂખે હૈ’ના ભાગરૂપે આજે શહેરના રસ્તા પર આવીને ચાહકોને મળ્યો હતો. ચાહકો સાથે ગપ્પાં મારતાં એણે પોતાના કોલેજકાળના દિવસો વખતે કેવા અનુભવો કર્યા હતા એની જાણકારી આપી હતી. રણબીરે કહ્યું કે પોતે કોલેજમાં ભણતો હતો ત્યારે મિત્રોની સાથે ક્લાસમાં બેસીને ભણવાને બદલે તેઓ અવારનવાર બહાર રખડતા હતા અને ખાઈપીને મજા કરતા હતા.

રણબીરે કહ્યું કે, ‘હું તો જુદી જુદી વાનગીઓ ઝાપટવાનો બહુ શોખીન હતો. મને વડા-પાવથી લઈને બધા જ પ્રકારનું ફૂડ ખાવાનું ગમતું.’

‘હાલમાં હું બ્રહ્માસ્ત્ર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું અને મને ડાયેટ પર રાખવામાં આવ્યો છે. મને રોટલી અને ભાત ખાવાની મનાઈ છે. એટલે અત્યારે તો મારું જીવન સૂકૂં સૂકું છે,’ એમ રણબીરે કહ્યું.

પેપ્સીની ‘ક્યૂં સૂખે સૂખે હૈ’ કેમ્પેઈન વિશે રણબીરે કહ્યું કે, ‘આ વાત થ્રી-મસ્કેટિયર્સ વિશેની છે એટલે કે, મિત્રો, ફૂડ અને પેપ્સી. મને આ ઝૂંબેશ બહુ ગમી છે. આનાથી મારા મિત્રો સાથેની યાદ મને તાજી થઈ છે. એટલે જ આજે બાન્દ્રા (વેસ્ટ)ના કાર્ટર રોડ પર મારા પ્રશંસકોની સાથે એ વાતો શેર કરવા ગયો હતો.’

રણબીરની સાથે પેપ્સીના ડાયરેક્ટર (માર્કેટિંગ) રાજ રિશી સિંહ પણ જોડાયા હતા. રણબીરે આ પ્રસંગે પેપ્સીની ‘ફૂડીકોન’ બોટલ્સને લોન્ચ કરી હતી.

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રણબીર અને આલિયા ભટ્ટની જોડી છે. રણબીર આ ઉપરાંત સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં પણ જોવા મળશે.

httpss://twitter.com/RanbirKapoorFC/status/981895150170341376

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]