એક્ટર રાજકુમાર રાવે ખરીદ્યું હાર્લી ડેવિડસન…

મુંબઈઃ મુંબઈના કોઈ રોડ પર જો તમને એક્ટર રાજકુમાર રાવ હાર્લી ડેવિડસન બાઈક ચલાવતા દેખાય તો ચોંકી ન જતા. તાજેતરમાં જ સ્ત્રી, શાહિદ, ઓમેર્ટા અને સિટીલાઈટ્સ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનારા એક્ટર રાજકુમાર રાવે બ્રેંડ ન્યૂ હાર્લી ડેવિડસન ફેડ બોબ બાઈક ખરીદ્યું છે.

મુંબઈ બેઝ્ડ હાર્લી ડેવિડસન ડીલરે ઈન્સ્ટાગ્રામ પર રાજકુમાર રાવના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. આ ફોટોમાં રાવ પોતાના બાઈક સાથે દેખાઈ રહ્યા છે. ડીલરે તેમને શુભેચ્છાઓ આપી છે અને હાર્લી ફેમિલીમાં સ્વાગત કર્યું છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, રાજકુમાર રાવને બ્રાંડન્યૂ હાર્લી ડેવિડસન માટે શુભકામનાઓ. સેવન આઈલેંડ હાર્લી ડેવિડસનના પરિવારમાં તમારું સ્વાગત છે.

હાર્લી ડેવિડસન ફેટ બોબની ઓન રોડ પ્રાઈઝ 16.5 લાખ છે અને આ બાઈકની એક્સ શોરુમ પ્રાઈઝ 14.69 લાખ છે. રાજકુમારે પોતાના માટે ઓલ બ્લેક મોડલને પસંદ કર્યું છે.