રાજેન્દ્રકુમારને ક્યારથી જ્યુબિલીકુમારનું બિરુદ મળ્યું હતું?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૧ જાન્યુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

જિતેન્દ્ર ચીમનલાલ વૈદ્ય (ભરૂચ)

સવાલઃ રાજેન્દ્રકુમારને ક્યારથી જ્યુબિલીકુમારનું બિરુદ મળ્યું હતું?

જવાબઃ ૧૯૫૫માં રીલિઝ થયેલી રાજેન્દ્રકુમારની પહેલી જ ફિલ્મ ‘વચન’ સિલ્વર જ્યુબિલી ઊજવી ગઈ. પછી ‘તુફાન ઔર દિયા’, ‘તલ્લાક’, ‘મધર ઈન્ડિયા’ ત્રણેય ફિલ્મોએ સતત સિલ્વર જ્યુબિલી ઊજવી. ૧૯૫૯માં ‘ચિરાગ કહાં રોશની કહાં’, ‘ધૂલ કા ફૂલ’, ‘દો બહને’, ‘ગુંજ ઊઠી શહનાઈ’ આ ચારેય ફિલ્મોએ પણ લગાતાર રજત જયંતી ઊજવી. ૧૯૬૦માં ‘માંબાપ’ ફિલ્મે ભારત અને નૈરોબીમાં પણ સિલ્વર જ્યુબિલી ઊજવી હતી. ત્યારથી રાજેન્દ્રકુમારને ‘જ્યુબિલીકુમાર’નું બિરુદ વળગી ગયું.